Abtak Media Google News
  • રાજકોટ રેન્જ ના આઈજીપી અને રેન્જના પાંચ એસ.પી. ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું
  • પોલીસ હેડ ક્વાર્ટર પરિસરમાં નિષ્ણાત ખેડૂત ના માર્ગદર્શન હેઠળ ૮૮ કેરી-૧૦૦ નારીયેળી અને ફ્રુટ સહિત ૧૮૮ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું

જામનગર ન્યૂઝ : જામનગર ના પોલીસ હેડ ક્વાર્ટર માં ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી, અને રાજકોટ રેન્જના આઈજીપી તેમજ રાજકોટ રેન્જના અલગ અલગ પાંચ જિલ્લાના એસપી સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં નિષ્ણાંત ખેડૂત ની સહાયથી ૮૮ કેરી ૫૫ નાળિયેરી અને ૪૫ અલગ અલગ ફ્રુટ ના રોપા નું સમગ્ર ગુજરાતભર માંથી એકત્ર કરીને તેનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જામનગરના પોલીસ વિભાગ દ્વારા સમગ્ર વૃક્ષો નો જતન કરવામાં આવી રહ્યું છે.WhatsApp Image 2024 06 06 at 11.35.33

રાજકોટ રેન્જ ના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ નું ગઈકાલે જામનગરમાં આગમન થયું હતું, ત્યારે તેઓને જામનગર ના એસ.પી. પ્રેમસુખ ડેલુ તથા અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આવકારવામાં આવ્યા હતા. ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાના કારણે પોલીસ હેડ ક્વાર્ટરમાં વૃક્ષારોપણ નો એક કાર્યક્રમ આઈજીપી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.
જેમાં આઇજીપી અશોકકુમાર યાદવ ની સાથે જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નીતિશકુમાર પાંડે, રાજકોટના એસ પી અને હાલમાં જ પ્રમોશન મેળવેલા જયદીપસિંહ રાઠોડ, સુરેન્દ્રનગર ના એસ.પી. ડો. ગિરીશ પંડ્યા, તેમજ મોરબીના એસ.પી. રાહુલ ત્રિપાઠી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જે તમામ અધિકારીઓના હસ્તે જામનગરમાં જ વસવાટ કરતા અને મૂળ કોડીનાર પંથક ના તજજ્ઞ ખેડૂત જયસિંહ મોરી કે જેઓ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આયાત કરેલા ૮૮ જેટલા કેરી ના છોડવા, ઉપરાંત ૫૫ નાળિયેરીના રોપા તેમજ જાંબુ -ચીકુ-સીતાફળ-જામફળ સહિતના અલગ અલગ ૪૮ જેટલા ફ્રુટ વગેરે મળી ૧૮૮ રોપા ને આયાત કર્યા પછી તેનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને વિશ્વ પર્યાવરણ દિવસની પોલીસી વિભાગ દ્વારા વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના પોલીસ વિભાગ દ્વારા તેનું જતન કરવામાં આવી રહ્યું છે.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.