રાજકોટમાં વેપારીઓને માટે આવતીકાલે સ્પેશ્યલ ડ્રાઈવ: આ કેન્દ્રો પર મળશે રસી

શહેરમાં ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વખતોવખત જાહેર થતા સૂચના અને માર્ગદર્શિકા મુજબ વાણિજ્યિક એકમો સાથે સંકળાયેલા લોકો માટે  આવતીકાલ  શહેરમાં 31 સેસન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે.

રાજ્ય સરકારની સૂચના અનુસાર વ્યાપારિક એકમો સાથે સંકળાયેલા લોકોએ તા. 31 જુલાઈ સુધીમાં રસી લઈ લેવાની રહે છે, અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી.

આવતીકાલે  મહાપાલિકા દ્વારા જે સેસન સાઈટ ખાતે કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમાં સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ,ચાણક્ય સ્કુલ  ગીત ગુર્જરી સોસાયટી,નંદનવન આરોગ્ય કેન્દ્ર,શિવશક્તિ સ્કુલ,નાનામવા આરોગ્ય કેન્દ્ર,મવડી આરોગ્ય કેન્દ્ર,શાળા નં. 84, મવડી ગામ,આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર,શાળા નં. 28, વિજય પ્લોટ,સિટી સિવિક સેન્ટર અમીન માર્ગ,સદર આરોગ્ય કેન્દ્ર,અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર,શેઠ હાઈસ્કુલ,રામનાથપરા આરોગ્ય કેન્દ્ર, ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર,શાળા નં. 61,

હુડકો,શાળા નં. 20 બી, નારાયણનગર, જંકશન આરોગ્ય કેન્દ્ર, માધાપર આરોગ્ય કેન્દ્ર, રેલ્વે હોસ્પિટલ,મોરબી રોડ, કોમ્યુનીટી હોલ,ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર,આદિત્ય સ્કુલ આરોગ્ય કેન્દ્રકબીરવન આરોગ્ય કેન્દ્ર, રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર, પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર ,કોઠારીયા આરોગ્ય કેન્દ્ર અને તાલુકા શાળા ભવનનો સમાવેશ થાય છે.

શહેરના તમામ વાણિજ્યિક એકમો સાથે જોડાયેલા લાભાર્થીઓ આવતીકાલે   ઉપરોક્ત સ્થળોએ અચૂક વેકસીન લઈ લ્યે તેવી મહાપાલિકા દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે.