લીંબુડા પ્રાથમિક શાળામાં ૨૬મી જાન્યુઆરી નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉત્કૃષ્ઠ આયોજન

સ્વાતંત્ર્ય પર્વના શુભ દિને ઉપસ્થિત તાલુકા વિકાસ પીએસઆઈ જોડીયા, જેઠાલાલ અઘેરા (પૂર્વ પ્રમુખ), વરીષ્ઠ ધારાશાસ્ત્રીઓ, ગામના સરપંચ, પ્રમુખ, ઉપપ્રમુખ, ધરમશીભાઈ ચનીયારા (ચેરમેન એપીએમસી), ગામના વડીલો, માતાઓ અને બહેનો અને આજુબાજુની શાળાના તેમજ લીંબુડા પ્રા.શાળાના વહાલા વિદ્યાર્થી, ભાઈ-બહેનો, આચાર્ય, શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

૨૬મી આજથી ૭૦ વર્ષ પહેલા આપણું બંધારણ અમલમાં આવ્યું. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦માં આપણે પ્રજાસતાક બન્યા. આપણો દેશ સને ૧૯૪૭માં આઝાદ થયો અને ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭માં મધ્યરાત્રીના સમયે અંગ્રેજો આપણો દેશ છોડી ભાગી ગયા. આ આઝાદીમાં મહાત્મા ગાંધીનો સિંહ ફાળો હોય દેશ કયારેય નહીં ભુલી શકે તેમની મદદમાં સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, શ્યામજી કૃષ્ણવર્મા, શહીદ ભગતસિંહ, ખુદીરામ બોઝ જેવા જાબાઝ સ્વાતંત્ર્ય સેનાઓએ જેહાદ જગાવી તેમની અનુપમ શકિત કામે લગાડી દેશ સેવા કરી છે.