જમીન માપણીને લઈ બજેટમાં ખાસ જોગવાઈ, વસાવાસે 131 નવા DGPS મશીન

રાજયનાં મહેસુલ વિભાગ માટે રાજય સરકારે બજેટમાં રૂ. 4548 કરોડની જોગવાઇ કરી છે. જેમાં જમીનની માપણી સચોટ પણે થાય તે માટે વધુ 131 નવા ડીજીપીએસ મશીન વસાવવાની જાહેરાત કરાઇ છે. આ ઉપરાંત 16 જીલ્લાઓમાં મહેસુલ કર્મચારીઓના કવાર્ટસ માટે રૂ. 39 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.
નાણામંત્રી નીતીન પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકામાં ગુજરાતના સર્વાગી વિકાસના કારણે રાજયના આર્થિક, સામાજીક, વ્યાપારી અને ખેતીવાડી પ્રવૃતિઓમાં નોધપાત્ર વધારો થયો છે. સાથો સાથ આ બધી પ્રવૃતિઓ માટે જરુરી માળખું ઉભુ કરવા જમીનની માંગમાં પણ ઉતરોતર નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.

આવી પરિસ્થિતિમાં જમીન ધારકોને ભૂ-માફીયાઓથી રક્ષણ આપવા માટે અમારી ખેડુતલક્ષી સરકારે જમીન પચાવી પાડવાની પ્રવૃતિઓને અટકાવવા અને તેની સાથે સંકળાયેલી બાબતો ઉપર પ્રતિબંધ મુકવાના ઉદ્દેશથી ગુજરાત રાજય જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અભિનિયમ 2020 અમલમાં મુકેલ છે. રાજયના 16 જીલ્લાઓમાં મહેસુલ વિભાગ હેઠળ ની વિવિધ કચેરીઓ તથા સ્ટાફ કવાર્ટસૃના મકાનોના બાંધકામ માટે કુલ રૂ. 39 કરોડની જોગવાઇ કરેલ છે. ખેતીની જમીનની માપણી આધુનિક પઘ્ધતિથી સચોટપણે થાય તે માટે વધુ 31 નવા ડી.જી.પી.એસ. મશીનો વસાવવા રૂ . 33 કરોડનો જોગવાઇ કરી છે. રાજયની સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજોની નોંધણી માટે આવતા પક્ષકારોને મુળભુત અને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ર6 સબ રજીસ્ટ્રાર કચેરીઓને મોડેલ કચેરી બનાવવા માટે રૂ. 8 કરોડની જોગવાઇ કરી છે.