Abtak Media Google News

પૂર્વ ટ્રસ્ટીની પુણ્યતિથિએ કાર્યક્રમો યોજાયા

તુલસીશ્યામના વિકાસ માટે દિલીપ સંઘાણીએ અઢી લાખ રૂપિયા સ્થળ પર આઠ લાખ જેટલી રકમ દાતાઓએ જાહેર કરી ,સુપ્રસિદ્ધ તુલસીશ્યામ ખાતે આજે માજી ધારાસભ્ય અને કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ તુલસીશ્યામના ટ્રસ્ટી એવા પ્રતાપભાઇ વરૂ નું દુ:ખદ અવસાન થયેલ જેની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ  તુલસીશ્યામ ખાતે ઉજવતા આ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ માં સાધુ-સંતો ,રાજકીય મહાનુભાવો અને શ્યામ સેવકોની વિશાળ હાજરી જોવા મળી હતી. મહેમાનોનું સ્વાગત લોક સાહિત્યકાર જોરુભાઈ ધાખડા એ કહ્યું હતું.

આ  શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં વધારેલા મહેમાનોમાં દિલીપભાઈ સંઘાણી, તથા ધારાસભ્યો વિરજીભાઇ ઠુંમર,  પ્રતાપભાઇ દુધાત,  જે વી કાકડિયા, અને મહંત સતાધાર ના મહંત વિજય બાપુ તથા સુરજદેવળ ના મહંત શાંતિ બાપુ તથા ઉર્જા મૈયા તથા જ્યોતિર્મય, બાઢડા લક્ષ્મણ દાસ બાપુ તથા  માતાજી લુવારા દિલીપ બાપુ તથા માનવ મંદિર સાવરકુંડલાના ભક્તિરામ બાપુ તથા કિશોર બાપુ તુલસીદાસ બાપુ અખેગઢ તથા દિલીપ બાપુ તથા મહાવીર બાપુ ચલાલા વગેરે સ્વર્ગસ્થ પ્રતાપભાઇ વરૂ અંગે શોકની લાગણી સાથે પ્રતાપભાઇ વરૂ સાથેના સંબંધો તુલસીશ્યામ ના વિકાસમાં પ્રતાપભાઈ નું યોગદાન પ્રતાપભાઈ ની અઢારે સમાજમાં સેવા અને રાજકીય પકડ શક્તિ ને આગેવાનોએ બિરદાવી હતી.

તેમજ પ્રતાપભાઈ ની  ખોટ ક્યારેય નહીં પુરાય તેવી લાગણી સૌ  રાજકીય મહાનુભાવો અને સંતોએ વ્યક્ત કરેલ. ગૌતમભાઈ વરુ ,    દેવભાઈ તથા પ્રતાપભાઈ વરુંના પરિવાર દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તુલસીશ્યામ જગ્યાના વિકાસ અર્થે અઢી લાખનું દાન યરભજ્ઞ ના ચેરમેન  દિલીપભાઈ સંઘાણીએ જાહેર કર્યું હતું .પૂર્વ કૃષિમંત્રી ધીરુભાઈ દૂધવાળા દ્વારા એક લાખ અર્પણ કર્યા હતા. તેમજ રમેશભાઈ ત્રિવેદી એ પણ 1 લાખ ,વિરજીભાઇ ઠુંમર, ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત , ધારાસભ્ય  અમરીશભાઈ ડેર ,જે વી કાકડિયા 51 51 હજાર ની તમામ ધારાસભ્યોએ જાહેરાત કરી હતી .આમ દાનની સરવાણી સારી એવી આવી હતી.

જગ્યાના વહીવટ કરતા ટ્રસ્ટીશ્રી ડો.બી. બી વરુ દ્વારા તુલસીશ્યામ ટ્રસ્ટ ને હાલ યાત્રાધામ બોર્ડ માં સમાવવામાં આવ્યું છે પરંતુ તેના બદલે તુલસીશ્યામ ને પ્રવાસન ધામ માં સમાવવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરતા  દિલીપભાઈ સંઘાણી ને અને ધારાસભ્યોને લેખિત પત્ર આપવામાં આવ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.