મહા શિવરાત્રિ પર્વે કાલે ‘અબતક’ ચેનલ પર  વિશેષ ‘શિવવંદના’ કાર્યક્રમ

સુપ્રસિઘ્ધ લોકગાયકો નીલેશ પંડયા, અશોક પંડયા વર્ણન સાથે શિવજીનાં ગીતો-ભજનો પ્રસ્તુત કરશે

અબતક,રાજકોટ

મહાશિવરાત્રિના પાવન પર્વે લોકપ્રિય ‘અબતક’ ચેનલનો ખાસ કાર્યક્રમ ‘શિવવંદના’ આવતીકાલે સવારે 8.00 અને સાંજે પ કલાકે ‘અબતક’ ચેનલ દ્વારા ટેલીકાસ્ટ કરવામાં આવશે.દેવાધિદેવ મહાદેવ શિવજીના ગુણાનુવાદ સાથેના શિવ       

ભજનોમાં શિવજીની પ્રાર્થના, શિવજીનું ભોળપણ સાથે સાથે શિવજી અને બાલ કૃષ્ણનું મિલન, શિવ-સતિનો સંવાદ ગંગાજીનું શિવજીની જટામાં અવતરણ ઉપરાંત શિવજી-ગણપતિ, હનુમાનજી અને ભૈરવના આનંદના અતિરેક સાથેનું નૃત્ય વગેરે રજુકરવામાં આવ્યું છે.સૌરાષ્ટ્ર-ગુજરાતના પ્રસિઘ્ધ રેડિયો, ટી.વી.ના કલાકારો નીલેશભાઇ પંડયા  તથા અશોકભાઇ પંડયાના કંઠે સાહિત્ય સભર ગવાયેલા શિવ તાંડવ સહિતના ભજનો કે જેમાં શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી, નગર મેં જોગી આયા, સતી કહે છે શંકર તમે સાંભળો, ભોલે તેરી જટા મેં, શિવજી તમે ભોળા રે ભોળા, ઓ ભોલા શિવજીનું કરદે બેળા પાર, નાચે ગણેશ અને નાચે હનુમાન વગેરે ભજનો પૂર્વેનો વિસ્તાર કરવામા આવ્યો છે.

જેમાં મહા શિવરાત્રિનું મહાત્મ્ય, થયેલી શિવભકિત અને તેમાં પણ ખાસ કરીને બિલ્વપત્રને પણ યાદ કરી ભગવાન શિવના ભોળપણને દર્શાવાયું છે. તેમજ શિવજી ગર્વ ગંજન પણ છે ગંગાજીનું અભિમાન ઓગાળવા ગંગાજીને શિવજીએ જટામાં સ્થાન આપ્યું વગેરે જેવા શિવજીના ગુણાનુવાદ સાથેના ભજનોના આ કાર્યક્રમના વાદ્ય વૃંદોમાં પ્રસિઘ્ધ તબલાં વાદક દિનેશભાઇ ગઢવી, બેંજો વાદક હર્ષ ગોસ્વામી તેમજ મંજીરાનાં માણીગર ભાવેશ મિસ્ત્રી  વગેરે કલાકારોએ સોનામાં સુગંધ ભેળવી હોય તેવું લાગ્યા વિના રહેશે નહી.તો આવો ‘અબતક’ ચેનલ દ્વારા મહાશિવરાત્રી પર્વે કાલે સવારે 8 અને સાંજે પ કલાકે ‘શિવ વંદના’ કાર્યક્રમને માણી ભકિતરસમાં તરબોળ થઇએ.