Abtak Media Google News

રાજકોટ જુનાગઢ મેળા સ્પેશ્યલ, જુનાગઢ સત્તાધાર મેળા સ્પેશ્યલ, સોમનાથ જુનાગઢ મેળા સ્પેશ્યલ ટ્રેન સાથે કેટલીક ટ્રેનોમાં કોચ વધારવામાં આવશે

દર વર્ષે જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનું આયોજન થાય છે. રાજકોટ મંડળ રેલ-પ્રબંધક પી.બી. નિનાવેએ જણાવ્યું કે આ મેળામાં જઇ રહેલા યાત્રિઓની સુવિધાને લઇ પશ્ર્ચિમ રેલવે દ્વારા રાજકોટ જુનાગઢ, જુનાગઢ-સત્તાધાર તથા સોમનાથ- જુનાગઢ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે. તથા કેટલીક ટ્રેનમાં કોચ વધારારશે જેમાં રાજકોટ-જુનાગઢ મેળા સ્પેશ્યલ ટ્રેન રાજકોટ તથા જુનાગઢ વચ્ચે ચાર દિવસ ૨૭, ૧, ૨,  તથા ૩ માર્ચે વિશેષ લોકલ ટ્રેન દોડાવાશે. આ દિવસો દરમિયાન આ ટ્રેન રાજકોટથી સાંજે ૫.૧૦ વાગ્યે ઉપડશે અને જુનાગઢ રાત્રે ૮ વાગ્યે પહોચશે. આ પ્રમાણે પરત ફરતા આ ટ્રેન જુનાગઢથી રાત્રે ૯.૨૦ વાગ્યે  ઉપડશે તથા રાજકોટ રાત્રે ૧૧.૪૦ પહોંચશે.

જુનાગઢ તથા સત્તાધાર વચ્ચે ૬ દિવસ માટે ર૭ થી ૪ માર્ચ સુધી વિશેષ લોકલ દોડાવશે આ દિવસોમાં આ ટ્રેન જુનાગઢથી સવારે ૧૧.૧૦ વાગ્યે ઉપડશે તથા સત્તાધાર બપોરે ૧૨.૫૦ વાગ્યે પહોંચશે. આ પ્રકારે પરત ફરતા આ ટ્રેન સત્તાધાર થી બપોરે ૧.૧૫ વાગ્યે ઉપડશે તથા જુનાગઢ બપોરે ૨.૫૦ પહોંચશે.

સોમનાથ-જુનાગઢ મેળા સ્ટેશ્યલ ટ્રેન છ દિવસ તા. ર૭ થી ૪ સુધી દોડાવાશે. આ ટ્રેન સમોનાથથી રાત્રે ૮.૩૦ વાગ્યે ઉપડશે તથા જુનાગઢ  રાત્રે ૧૦.૨૦ વાગ્યે પહોચશે. આ પ્રમાણે પરત ફરતા ટ્રેન જુનાગઢ થી રાત્રે ૧૦.૨૦ વાગ્યે પહોંચશે. આ પ્રમાણે પરત ફરતા જુનાગઢથી રાત્રે ૧૧.૨૦ વાગ્યે ઉપડશે. તથા સોમનાથ અડધી રાત્રે ૧.૩૦ વાગ્યે પહોચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.