રાજકોટથી સમસ્તીપુર વચ્ચે દોડશે વિશેષ ટ્રેન, પણ આ મુસાફરો જ કરી શકશે યાત્રા: 20 એપ્રિલથી બુકીંગ શરૂ

0
33

આ વિશેષ ટ્રેનમાં સેક્ધડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેક્ધડ સીટીંગ ક્લાસના આરક્ષિત કોચ રહેશે એસએસ

 પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરો ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 21 એપ્રિલ 2021 ના રોજ રાજકોટ થી સમસ્તીપુર વચ્ચે વિશેષ ટ્રેન ચલાવશે. ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપક કુમાર ઝાએ જણાવ્યું હતું કે આ ટ્રેન સંપૂર્ણ રીતે અનામત રહેશે અને વિશેષ ભાડા સાથે ચાલશે.

ટ્રેન નંબર 09521 રાજકોટ  – સમસ્તીપુર  જંકશન વિશેષ, તારીખ 21 એપ્રિલ 2021 ને બુધવારે સવારે 11.00 વાગ્યે રાજકોટ થી ઉપડશે અને શુક્રવારે સવારે 06:00 કલાકે સમસ્તીપુર જંકશન પહોંચશે. બદલામાં, ટ્રેન નંબર 09522 સમસ્તીપુર જંકશન-રાજકોટ વિશેષ 24 એપ્રિલ, 2021 ને શનિવારે સમસ્તીપુર જંકશનથી સવારે 06:20 વાગ્યે ઉપડશે અને સોમવારે સવારે 03.05 વાગ્યે રાજકોટ પહોંચશે.આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં અમદાવાદ, છાયાપુરી, ગોધરા, રતલામ, કોટા, સવાઇ માધોપુર, ભરતપુર, અચનેરા, મથુરા, હાથરસ સિટી, કાસગંજ, ફર્રુખાબાદ, કન્નૌજ, કાનપુર સેન્ટ્રલ, એશબાગ, બારાબંકી, ગોંડા, બસ્તી, ગોરખપુર, દેવરીયા સદર, સીવાન, છપરા, હાજીપુર અને મુઝફ્ફરપુર સ્ટેશનો પર રોકાશે.આ વિશેષ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સીટીંગ ક્લાસના આરક્ષિત કોચ રહેશે. આ ટ્રેન ખાસ ભાડા સાથે દોડશે. ટ્રેન નંબર 09521 નું પેસેન્જર રિઝર્વેશન 20 એપ્રિલ 2021 ના રોજ તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ પેસેન્જર આરક્ષણ કેન્દ્ર અને આઈઆરસીટીસી વેબસાઇટ પરથી શરૂ થશે.

ટ્રેનોની સંરચના, આવર્તન, ઑપરેટિંગ દિવસો અને ટ્રેનોના સ્ટોપેજ અને ટ્રેનોના આગમન અને પ્રસ્થાનની વિસ્તૃત માહિતી માટે મુસાફરો ENQUIRY.INDIANRAIL.GOV.IN ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે ક્ધફરમ ટિકિટવાળા મુસાફરોને જ આ વિશેષ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 થી સંબંધિત તમામ ધોરણો અને એસઓપી અનુસરવા વિનંતી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here