Abtak Media Google News

 

  • રેલવે દ્વારા વાપી અને સોમનાથથી અમદાવાદ સુધી ખાસ ટ્રેન વ્યવસ્થા ગોઠવાઇ

અબતક, રાજકોટ

પશ્ર્ચિમ રેલ્વે દ્વારા નીટ પરિક્ષાઓને ધ્યાને લઇ પરિક્ષાર્થીઓની સુવિધા માટે વાપી અને સોમનાથથી અમદાવાદ, આવન-જાવન માટે સ્પે. ટ્રેન દોડવવાનું નકિક કરાયું છે.

વાપી સુપરફાસ્ટ આજે શનિવારે રાત્રે ૧૧-૧૦ કલાકે વાપીથી ઉપડશે જે સવારે ૫ વાગ્યે અમદાવાદ પોહચશે આજે ટ્રેન તા.૧૩ને રવિવારે રાત્રે ૧૧-૧૦ કલાકે અમદાવાદથી ઉપડશે જે સવારે ૫ કલાકે વાપી પહોંચશે આ ટ્રેન, વલસાડ, નવસારી, સુરત, અંકલેશ્ર્વર, ભરૂચ, વડોદરા, આણંદ અને નડિયાદ સ્ટ્રેશનોએ રોકાશે.જયારે સોમનાથ અમદાવાદ સુપર-ફાસ્ટ ટ્રેન આજે શનિવારે રાત્રે ૯:૩૦ કલાકે સોમનાથથી ઉપડશે જ સવારે ૫-૨૫ વાગ્યે અમદાવાદ પહોંચશે જયારે આજ ટ્રેન તા.૧૩ને રવિવાર રાત્રે ૯-૧૦ કલાકે અમદાવાદથી ઉપડી સવારે ૫-૦૫ કલાકે સોમનાથ પહોચશે.આ ટ્રેન વેરાવળ, ચોખડ રોડ, માળિયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, નવાગઢ, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, વિરમગામ સ્ટેશનો પર રોકાશે તેમ પશ્ર્વિમ રેલ્વેની એક યાદીમાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.