Abtak Media Google News

દુનિયાભરના લાખો લોકો સૂર્યગ્રહણ નિહાળી ઝૂમી ઉઠયા

વાદળાની સંતાકુકડી વચ્ચે લોકોએ ગ્રહણ નિહાળ્યું: ગ્રહણ સમયે તાપમાનમાં ફેરફાર નોંધાયો

અબતક, રાજકોટ: સ્વચ્છ આકાશમાં દેશ દુનિયાના લોકો કંકણાકૃતિ-ખંડગ્રાસ સૂર્યગ્રહણ નિહાળી રોમાંચિત થઇ ગયા હતા. વિશ્ર્વના વૈજ્ઞાનિકો-ખગોળપ્રેમીઓ ઝૂમી ઉઠયા હતા. રવિવારે સવારે ૧૦ કલાકે ઉતર ભારતમાં ગ્રહણનો સ્પર્શ થવાની સાથે લોકોએ સ્વાગત કરી તાલી પાડી ગ્રહણનું સ્વાગત કર્યુ હતું. અમુક સ્થળોએ સ્વચ્છ આકાશના કારણે ફિલ્ટર ચશ્મા, વિણાન ઉપકરણથી આહલાદક ગ્રહણ જોવા મળ્યું હતું. રાજયમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અવકાશી નજારો અદ્દભૂત જોવા મળ્યો હતો. વાદળાના અવરોધ વચ્ચે નાના-મોટા, આબલ-વુદ્ધ, છાત્ર-છાત્રાઓએ મનભરીને ગ્રહણ નિહાળ્યું હતું. ગ્રહણ સમયે નિદર્શન સાથે સદીઓ જુની ગેરમાન્યતાનું ખંડન કરી લોકોએ ચા-નાસ્તો આરોગ્યો હતો. નકારાત્મક આગાહીઓની હોળી કરી વેધાદિ નિયમોનો ઉલાળીયો કરી ગ્રહણની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથાની અપીલના જબરો પ્રતિસાદથી ગામે ગામ ગ્રહણ નિદર્શનના આયોજનો થયા હતા. અમુક જગ્યાએ વાદળાની સંતાકૃકડી વચ્ચે નવારો જોવા મળ્યો ત્યારે ભારતમાં અમુક સ્થળોએ વાદળા-વરસાદના કારણે નિરાશા જોવા મળી હતી. રાજકોટ અને સૌરાષ્ટ્રના દરિયાઇ કિનારા ઉપર ગ્રહણ સમાપન વખતે લોકોને સંપૂર્ણ નિરાશા મળી હતી. પરંતુ લોકો ગ્રહણના પ્રારંભે નજારો નિહાળી રોમાંચિત થઇ ગયા હતા. રાજયકક્ષાના કાર્યક્રમનું ઉદ્દઘાટન રાજકોટમાં રમેશભાઇ અને યુટર્ન ઓપ્ટીકલવાળા ઉમેશભાઇએ કર્યુ હતું. આ કાર્યક્રમમાં રમેશભાઇ લોલારીયા, મહેન્દ્રભાઇ કામદાર, યુટર્ન ઓપ્ટીકલ મોલવાળા, ઉમેશભાઇ શેઠ, મયંકભાઇ સંઘવી, વિમલભાઇ જાવરાજાની, ગોવિંદભાઇ કાનગડ, મુકેશભાઇ દોશી, હિતેનભાઇ શેઠ, પ્રદિપભાઇ મહેતા, પ્રવિણભાઇ અગ્રવાલ, સંદીપભાઇ પારેખ, જીતુભાઇ જીવરાજાની, મનીષભાઇ કકકડ, પિયુષભાઇ કાચલીયા, વિશાલભાઇ પાટડીયા, કશ્યપભાઇ શુકલ, અમીતભાઇ સંઘવી, અશ્ર્વિનભાઇ લોઢીયા, અર્જુનભાઇ આગઠ, રમણીકભાઇ પડીયા અને દેવાભાઇ સીલોહલા તથા જાથાના સંનિષ્ઠ કાર્યકરો સોશ્યલ ડિસ્ટન્સ ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ સંચાલન ઉમેશ રાવે કર્યુ હતું.

પૃથ્વીદર સો વર્ષે ૦.૦૦૧ સેક્ડ ધીમી પડી રહી છે

Vlcsnap 2020 06 22 11H40M50S223

જાથાના રાજય ચેરમેન જયંત પંડયાએ અબતક સાથેની વાતચિતમાં જણાવેલ કે નાના-મોટા નગરમાં નિદર્શન કાર્યક્રમને ભારે મહ્દ અંશે સફળતા મળી હતી. લોકો સ્વયંભુ ગ્રહણ નિહાળવા આગળ આવ્યા હતા. સ્વચ્છ આકાશમાં ખંડગ્રાસ ગ્રહણ અદ્દભુત જોવા મળ્યું હતું. જાથાના ચેરમેન જયંત પંડયાએ માહિતી આપતા જણાવ્યું કે પુથ્વી દર સો વર્ષે ૦.૦૦૧ સેક્ધડના દરથી ધીમી પડી રહી છે. ગ્રહણ સમયે ક્ષિતિજ ઉપર રોશની જોવા મળી હતી. દર વર્ષે પુથ્વી ઉપર પાંચ ગ્રહણનો અવકાશી નજારો જોવા મળે છે. સંપૂર્ણ સૂર્યગ્રહણનો સૌથી લાંબો સમયગાળો સાડા સાત મિનિટનો છે. ગ્રહણનો પડછાયો વિષુવવૃત તરફ ૧૧૦૦ માઇલ પ્રતિ કલાકની ગતિથી અને ધ્રુવ તરફ ૫૦૦૦ માઇલ પ્રતિ કલાકની ગતિથી સફર કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.