Abtak Media Google News

પ્રોજેકટ લાઈફ સંચાલિત લાઈફ બ્લડ સેન્ટરના ૩૯માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે દિલ્હીથી ખાસ રાજકોટ આવેલા અહિંસા વિશ્ર્વ ભારતીય ના સ્થાપક અને પ્રખર જૈનઆચાર્ય ડો. લોકેશજી અને પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશનના સ્થાપક અને વકતા સમણશ્રુતપ્રજ્ઞજીએ વિવિધ મુદ્દાઓ ઉપર લોકોને સંબોધન કર્યું હતું. ડો. લોકેશજીએ રકતદાન અને થેલેસીમિયા માટે જાગૃતિ લાવવા માટે જુદા-જુદા ધર્મના વડાઓ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ હાથ ધરશે અને કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી પ્રવાસ કરીને જાગૃતિ લાવવાંનો પ્રયાસ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી જયારે સમણ શ્રુતપ્રજ્ઞજીએ સ્વસ્થ રહેવા માટે લોકોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવુંં જોઈએ તેની સમજ આપી હતી.

7537D2F3 8

આ કાર્યક્રમમાં બેંગ્લોરથી આયુર્વેદાચાર્ય જી.જી. ગંગાધરન, કેનેડાથી આવેલા જયમલભાઈ રૂપારેલ, રૂપાબેન રૂપારેલ, લંડનથી આવેલા વિનોદભાઈ ઉદાણી, દુબઈના ઈન્દુબેન શાહ ઉપરાંત પ્રોજેકટ લાઈફના એકઝીકયુટીવ ટ્રસ્ટી ચંદ્રકાન્ત કોટિચા, મેનેજીંગ ટ્રસ્ટી શશીકાંત કોટિચા, જોઈન્ટ એકઝીકયુટીવ ટ્રસ્ટી મીતલ કોટિચા શાહ, ડો.પી. સી. રાજુ, ડો. સંજીવ નંદાણી, ડો. કમલ પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી સમણ શ્રુતપ્રજ્ઞજીએ સાવધાન, સાજા રહેવુ સહેલું નથી એ વિષય ઉપર વકતવ્ય આપ્યું હતું. તેમણે લોકોને બહારના ભોજન ઉપર નિયંત્રણ રાખવા, હકારાત્મકતા રાખવા અને ધર્મ પાછળ થોડો સમય કાઢવા પણ અનુરોધ કર્યો હતો. આ પછી ડો. લોકેશજીએ રકતદાન અંગે સમાજમાં જાગૃતિ અનિવાર્ય છે એ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે રકતદાનને લઈને લોકોમાં ઘણી ગેરસમજ પ્રવર્તીરહી છે જે દુર કરવી જરૂરી છે. તેમણે થેલેસીમિયાને અટકાવવા માટે પણ જાગૃતિ જરૂરી હોવા ઉપર ભાર મુકયો હતો. ડો. લોકેશજીએ પ્રોજેકટ લાઈફના મેનેજિંગ ટ્રસ્ટી શશીકાંત કોટિચા અને એકઝીકયુટીવ ટ્રસ્ટી ચંદ્રકાન્ત કોટિચાનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે બેંગ્લોરથી આવેલા આયુર્વેદાચાર્ય જી.જી. ગંગાધનને પણ માનવ સેવાએ જ નારાયણ સેવા છે એવો મત વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.