Abtak Media Google News

હવેથી એક્સ્પ્રેસ હાઇવે પર ફોર વ્હીલ ૧૨૦ કિમી / કલાક ની જડપે દોડી સક્સે અને બસ ૧૦૦ કિમી / કલાકની ગતિએ દોડી શક્સે, સાથે જ ચાર માર્ગીય રસ્તા પર વાહનોની ઝડપ ૯૦ કિમી/કલાક નક્કી કરવામાં આવી.

વાહનોની વધતી જતી ઝડપ અને વાહન વ્યવહારની સંખ્યામાં પણ વધતાં જતાં પ્રદૂષણ અને વાહન અકસ્માતોને ઓછા કેમ કરવા એજ સરકારનો પ્રયાસ રહ્યો છે. હર હમેશ માટે સરકાર વાહન વ્યવહાર અને ઝડપી વાહન વ્યવહાર થઈ સકે સાથે ઉત્કૃષ્ટ સેવાઓ અને સવલતો હાઇવે પર લોકોને મડી રહે તે માટે કટિબદ્ધ છે. લોકસભા પુછવામાં આવેલ પ્રશ્નનો લેખિત ઉતર આપતા વાહન વ્યવહાર મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યુ હતું કે વાહનોની સ્પીડ લિમિટનો નિર્ણય સમિતિના માર્ગદર્શન બાદ જ લેવામાં આવ્યો છે. વાહનોની આવરદા અને તેના એન્જિનની ક્ષમતામાં વધારો થઈ શકે અને રોડના બાંધકામોની સાચવણ પણ સારી રહે તે હેતુથી સમિતિ દ્વારા આ સૂચન અમને કરવામાં આવ્યું અને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સમિતિના સર્વે અને રિપોર્ટ પરથી  “એક્સ્પ્રેસ હાઇવે પર બસની વધુમાં વધુ ગતિ ૧૦૦ કિમી/કલાકની રહેશે . જ્યારે ફોર ટ્રેક રોડ પર આ ગતિ ૯૦ કિમી/કલાકની રહેશે.જ્યારે ફોર વ્હીલની વધુમાં વધુ ગતિ ૧૨૦ કિમી/કલાકની રહેશે. સારકારના વહન વ્યવહાર મંત્રી ગડકરી દ્વારા સ્પસ્ટ પણે જાહેર કરવામાં આવ્યું છે કે, કોઈ પણ આ નિયમનું ઉલ્લંઘન કરશે તે ચલાવી લેવામાં નહીં આવે, વાહનોની સ્પીડ નિયમ કરતાં ૫ ટકા વધુ ચાલતી નજરે ચડશે તો કલામ ૧૮૮ વાહન અધિનિયમ, ૧૯૮૮ પ્રમાણે ધોરણસર નિકાર્યવાહી હાથ ધરાશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.