Abtak Media Google News

અબતક , નવીદિલ્હી

મદ્રાસ હાઈકોર્ટે ને તાકીદ કરતા અને નોટિસ પાઠવતા જણાવ્યું છે કે જો એરલાઇન્સને ચાલુ રાખવી હોય તો બાકી રહેતા 2.40 કરોડ ડોલર ચુકવણી વહેલાસર કરવામાં આવે તે માટે હાઈકોર્ટે ત્રણ સપ્તાહનો સમય પણ આપ્યો છે જો આ સમયગાળામાં કંપનીની ચુકવણું કરવામાં નિષ્ફળ જશે તો કંપની બંધ થઈ જશે. અંતે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે હાલના તબક્કે સ્પાઈસી’ સ્પાઇસજેટ ગયું છે.

કંપની 2.4 કરોડ ડોલરની ચુકવણી નહીં કરે તો ઓનલાઇન બંધ થઈ જશે

મદ્રાસ હાઈકોર્ટે સ્પાઈસજેટ એરલાઈનને મોટો ઝટકો આપ્યો છે. સ્પાઈસજેટે એસઆર ટેક્નિક્સ સાથે કરેલ કરાર હેઠળ 2.4 કરોડ ડોલરની ચૂકવણી ન કરતા મદ્રાસ હાઇકોર્ટે એરલાઈનની સંપત્તિ ટાંચમાં લેવાનો આદેશ આપ્યો છે.એરલાઈન એરક્રાફ્ટના એન્જિન, મોડયુલ્સ, કમ્પોનન્ટ્સ, એસેમ્બલીઝ અને પાર્ટ્સની જાળવણી અને સમારકામ માટે સ્વિસ કંપની એસઆર ટેકનિકને 2.4 કરોડથી વધુની ચૂકવણી કરવામાં નિષ્ફળ નીવડી છે .

અત્યારે હાલની સ્થિતિને ધ્યાને લેતા અને કંપની દ્વારા જે બાંહેધરી આપવામાં આવી છે તેને જોતાં વધુ ત્રણ સપ્તાહનો સમય આપવામાં આવેલો છે. જેમાં સ્પાઇસ જેટ તારા બાંહેધરી આપવામાં આવી છે કે, સ્પાઈસજેટે આગામી બે સપ્તાહમાં  37.50 કરોડ રૂપિયા જમા કરાવશે. સ્પાઇસજેટ નાના સેગમેન્ટ માટેની ખૂબ ઉપયોગી એરલાઇન્સ તરીકે પ્રસ્થાપિત થઇ છે ત્યારે વધુને વધુ લોકોને તેનો લાભ મળી રહે તે દિશામાં સરકાર દ્વારા હાલ તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.