Abtak Media Google News

બેંગ્લુરુના અનંતપુરના રહેવાસી રમેશ જ્યારે ૭ વર્ષના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા હતા. પિતા બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની પાસે પોતાની નાઇની દુકાન ચલાવતા હતા. પિતાના દૂ:ખદ અવસાન બાદ રમેશ બાબુની માતાએ લોકોના ઘરોમાં ખાવાનું બનાવીને બાળકોનું પેટ ભર્યું હતું. માતાએ પત્નીના પિતાના મૃત્યુ બાદ ખૂબ જ ગરીબીમાં અમને ઉછેર્યા છે. ત્યારના સમયે રમેશ બાબુએ ખુબજ ખરાબ દિવસોનો સામનો કર્યો હતો.

10મું પાસ કર્યા બાદ તેમણે અભ્યાસ છોડી દીધો અને પોતાના વારસાગત વ્યવસાય વાળંદનું કામ શરૂ કરી દીધું. 1989માં  રમેશ બાબુને પિતાએ આપેલી વાળ કાપવાની દુકાન ખોલી અને રમેશની મમ્મી દરરોજ 5 રૂપિયામાં દુકાન ભાડે આપીને ઘર ચલાવતી હતી.

Ramesh Babu 0 0રમેશ બાબુએ થોડા થોડા પૈસા એકઠા કરીને 1994 માં એક મારુતિ કાર ખરીદી હતી. ત્યારબાદ ધીમે ધીમે 2004 થી રમેશ બાબુએ કાર ભાડે આપવાનો બિઝનેસ શરું કર્યો.

શરૂઆતમાં એમની પાસે 5 થી 6 કાર જ હતી. બસ ત્યારથી રમેશ બાબુ પર કાર્સનો શોખ હાવી થયો. રમેશ બાબુએ 2004 માં એક વિશાળ અને આરામદાયક 10 સીટ વાળી કાર ખરીદી હતી. જ્યારે રમેશજીએ આ કાર ખરીદી ત્યારે બધા જ લોકો એમને ના પાડતા હતા કારણ કે ત્યારે તે ખૂબ જ મોટું જોખમ લઈ રહ્યા હતા એનું મુખ્ય કારણ એજ હતું કે એ સમયે એમણે 14 લાખ રૂપિયાની કાર ખરીદી હતી અને એ સમયે 14 લાખ એ ખૂબ જ મોટી રકમ કહેવાતી હતી.

પરંતુ રમેશજીને હવે કારણો શોખ એની જીદ બની ગઈ હતી. એ સમયે રમેશ બાબુને પણ પોતાની જાત પર ભરોસો ન હોતો પણ એમણે નક્કી કરી લીધુ હતું અને એ પણ કહ્યું હતું કે હું અસફળ થઈશ તો કાર વેચી દઈશ. એમને આ જોખમનો ફાયદો ભવિષ્યમાં થયો કારણ કે એ સમયે કોઈ ભાડે કાર માટે કંપની નહોતી કે જે આરામદાયક અને મોંઘી કાર ભાડે આપે અને આનો સીધો જ ફાયદો રમેશ બાબુને થયો.

ત્યારબાદ 2011માં રમેશષ બાબુએ રોલ્સ રોયસ ખરીદી ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની ચર્ચા થઇ હતી. અને ત્યાર પછીતો રમેશ બાબુની નિકડી પડી 2014 માં એમની પાસે 200 કાર થઈ ચૂકી હતી. આટલું જ નહીં રમેશ બાબુ પાસે 75 મોંઘી કાર પણ છે, જેમાં 3 ઓડી…,  બી.એમ.ડબ્લ્યુ. 12 મર્શિડીસ અને પોર્સ જેવી કાર નો પણ સમાવેસ થાય છે.

Ramesh Babu 4આ ઉપરાંત રમેશ બાબુ આ કારોને અત્યારે ભાડે આપે છે તેનું એક દિવસનું ભાડું સાંભડીને ચોંકી જશો. રમેશ બાબુ જે ગાડી ભાડે આપે છે તેનું એક દિવસનું ભાડું ૫૦,૦૦૦ રૂપિયા સુધી છે. રમેશ બાબુની પાસે ૬૦ થી પણ વધારે ડ્રાઇવર છે.

આટલા રૂપિયાના માલિક હોવા છતાં પણ રમેશ બાબુએ પોતાનું ખાનદાની કામ નથી છોડયું. આજે પણ પોતાના પિતાના સલૂન ઇનર સ્પેસને ચલાવી રહ્યા છે. જેમાં દરરોજ બે કલાક ગ્રાહકોના વાળ કાપે છે.

આટલું જ નહીં આ રમેશ બાબુ પાસે મોટા મોટા કલાકારો અને બોલિવુડના હોરો પણ વાળ કપાવવા આવે છે. રમેશ બાબુ પાસે અત્યાર સુધી અમિતાભ બચ્ચન જેવા બૉલીવુડ સ્ટાર વાળ કપાવવા આવે છે. અને તમામ બોલિવુડમાં જ્યારે લક્ઝરી કારની જરૂર પડે છે ત્યારે એ લોકો આ રમેશ બાબુ પાસે થી જ મનગમતી કાર લઈ જાય છે.

Rolls Royce Barber

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.