રાજકોટ પૂર્વમાં ઉદયભાઇ કાનગડ તરફી મતદારોમાં સ્વયંભૂ જબરદસ્ત માહોલ

વોર્ડ નં.5માં લોક સંપર્કમાં ઉદયભાઇ કાનગડને ઉમળકાભેર ફૂલડે વધાવતા મતદારો: ઘોડા પર બેસી ઉદયભાઇનો ચૂંટણી પ્રચાર

રાજકોટ-68 વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઉદયભાઈ કાનગડ દ્વારા મતદાર વિભાગમાં સમાવિષ્ટ વોર્ડ નંબર-5 ના વિવિધ વિસ્તારોનો વ્યાપક લોકસંપર્ક હાથધર્યો હતો. ઉદયભાઈ કાનગડને મતદારો તરફથી પ્રચંડ પ્રતિસાદ મળી રહેલ છે. મતદારો બહેનો દ્વારા ઘણી જગ્યાએ તેમને કુમ કુમ તિલક કરીને આવકારેલ છે અને મીઠું મો પણ કરાવે છે. ઉદયભાઈ કાનગડે અમુક વિસ્તારોમાં અશ્ર્વ સવારી કરીને લોકસંપર્ક કર્યો હતો. તેઓ દ્વારા વોર્ડ નં-5 માં લોકસંપર્ક ધનેશ્ર્વર ચોકના મહાદેવના દર્શન થી પ્રારંભ કર્યો હતો.

માર્કેટ યાર્ડ, હુડકો ક્વાટર, શ્રી રામ સોસાયટી, નરસિંહ નગર, શિવમ નગર, શિવમ કો.ઓ.હા.સોસાયટી, મનહર સોસાયટી, માલધારી સોસાયટી, વ્રજભૂમિ સોસાયટી, શિવમ નગર વિગેરે વિસ્તારોમાં લોકસંપર્ક કર્યો હતો. આ લોકસંપર્કના કાર્યક્રમમાં વિધાનસભાના ઇન્ચાર્જ કિશોરભાઈ રાઠોડ, માર્કેટ યાર્ડના પ્રમુખ જયેશભાઈ બોઘરા, કોર્પોરેટરો વજીબેન ગુલતર, રસીલાબેન સાકરિયા, હાર્દિક ગોહેલ, દિલીપભાઈ લુણાગરિયા, અગ્રણીઓ રમેશભાઈ અકબરી, દિનેશભાઈ શિયાળ, મુકેશભાઈ, દિનેશભાઈ, સતીષભાઈ, બાબુભાઈ, અશ્વિનભાઈ, કાર્યકર્તાઓ વિગેરે જોડાયા હતા.