- રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિ, કલરફૂલ આતશબાજીથી બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો પ્રારંભ કરાયો
- કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં રહ્યાં ઉપસ્થિત
રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો. તા.18 થી 21 માર્ચ દરમિયાન યોજાનાર આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકિનારાના ગામોના યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ મળી રહેવાનું છે. તેમજ આ બીચ સ્પોર્ટ્સ સ્પર્ધામાં 2500 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. આ અવસરે રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિ, કલરફૂલ આતશબાજી અને રંગબેરંગી ફૂગ્ગાઑ અવકાશમાં ઉડાડી બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો પ્રારંભ થયો હતો. આ અવસરે, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ સહિત જનપ્રતિનિધિઓ, આગેવાનો અને રમતમાં ભાગ લેવા આવેલા રમતવીરો-વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
તા.18 થી 21 માર્ચ દરમિયાન યોજાનાર આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકિનારાના ગામોના યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ મળી રહેવાનું છે. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલના શુભારંભથી ગુજરાતના સ્પોર્ટ્સ જગતમાં એક નવો આયામ ઉમેરાયો છે, તેમ મંત્રીએ આ મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટની શરૂઆત કરાવતાં જણાવ્યું હતું. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ભગવાન સોમનાથના સાન્નિધ્યમાં યોજાઈ રહ્યો છે, ત્યારે ભગવાન સોમનાથની શક્તિ સાથે ખેલાડીઓની શક્તિનો સુભગ સમન્વય ચોક્કસ ઉત્તમ પરિણામો આપશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
“સમુદ્રની લહેરો સાથે રમતોનો ઉલ્લાસ”ની ટેગલાઈન સાથે ઉજવાઈ રહેલા બીચ સ્પોર્ટ્સ દ્વારા યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. આ બીચ સ્પોર્ટ્સ સ્પર્ધામાં 2500 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. આગામી સમયમાં વધુ સુવિધાઓ ઊભી કરવા સાથે દેશભરના ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લે એ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવશે.
આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા યુવાનોને રમત-ગમત ક્ષેત્રે નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. જેનાથી યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે, તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું. મંત્રીએ યુવાનોને સંબોધતા જણાવ્યું કે, તમે મહેનત કરો, તમારી તાલીમ, રહેવા-જમવા સહિતની અન્ય જવાબદારીઓ રાજ્ય સરકાર ઉપાડશે. રાજ્ય સરકારે ડી.એલ.એસ.એસ., શક્તિદૂત જેવી યોજનાઓ દ્વારા યુવાનોની પ્રતિભાને નિખારવાનું કાર્ય કર્યું છે, તેની રૂપરેખા આપી હતી.
મંત્રીએ વાલીઓને અપીલ કરતાં જણાવ્યું કે, તમે બાળકોને નંબર માટે પ્રેશર ન કરતાં, તમે બાળકોને સહયોગી બનો. તો સામે, વિદ્યાર્થીઓએ વાલીઓએ તમારા માટે જે ભોગ આપ્યો છે, તેની કદર કરતા શીખવી જોઈએ. મંત્રીએ આગામી ત્રણ દિવસ દરમિયાન બાળકોનો ઉત્સાહ વધારવા માટે બીચ ખાતે ઉપસ્થિત રહેવા માટેની વાલીઓને અપીલ પણ આ તકે કરી હતી.
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, સોમનાથની પવિત્ર ધરા પર બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે, ત્યારે આશા છે કે, ખેલાડીઓ તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે. શ્રેષ્ઠ ટીમ પોતાની મહેનતથી વિજેતા બનશે. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલને લીધે રમત-ગમત ક્ષેત્રે એક નવો આયામ ઉમેરાયો છે. મંત્રીએ ખેલાડીઓ વચ્ચે જઈને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. મંત્રીએ રમતની શરૂઆત કરાવવા સાથે વૉલીબોલ પર પણ હાથ અજમાવ્યો હતો. આ અવસરે રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિ, કલરફૂલ આતશબાજી અને રંગબેરંગી ફૂગ્ગાઑ અવકાશમાં ઉડાડવા સાથે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો પ્રારંભ થયો હતો.
આ અવસરે, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલા મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવી જાની, ધારાસભ્ય સર્વે ઉદય કાનગડ, સંજય કોરડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ ઈન્દ્રજીતસિંહ વાળા, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલિયા, જિલ્લા રમત-ગમત અધિકારી વિશાલ દિહોરા સહિત અગ્રણી સર્વ ઝવેરી ઠકરાર, સંજય પરમાર, રાજશી જોટવા સહિત જનપ્રતિનિધિઓ, આગેવાનો અને રમતમાં ભાગ લેવા આવેલા રમતવીરો-વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ: અતુલ કોટેચા