- બેડી માર્કેટીંગ યાર્ડ પાછળ અને રેલનગરમાં ડિવીડર મશીન દ્વારા ગાંડી વેલ કાઢવાની કામગીરી
શહેરના મધ્યમાંથી પસાર થતી આજીનદીમાં સ્થગિત પાણીને કારણે મચ્છરોનો ઉ5દ્રવ વધુ રહેછે.નદીકાંઠાના વિસ્તારમાં કયુલેક્ષ મચ્છરોનો ઉ5દ્રવ રહેવાને કારણે કયુલેક્ષ મચ્છર મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગ ફેલાવતા નથી. 5રંતુ કયુલેક્ષ મચ્છરની ઘનતા વઘવાને કારણે નદીકાંઠાના વિસ્તારમાં ન્યુસન્સ મચ્છર તરીકે ઓળખાતા આ મચ્છરના ઉ5દ્રવની ફરિયાદ વધુ રહે છે. હાલ આરોગ્ય શાખા દ્વારા ન્યુસન્સ મચ્છરની ઉત્પતિ અટકાવવાના સઘન પ્રયાસો થઇ રહયા છે. આજી નદીમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની સુચના અન્વયે નદીકાંઠાના વિસ્તારોમાં કયુલેક્ષ મચ્છરના નાશ માટે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક5ક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક5ક્ષ દંડક મનીષભાઇ રાડીયા અને આરોગ્ય અઘિકારી ડો.જયેશ વકાણી અને બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડની ઉ5સ્થિતમાં ડ્રોન ટેકનોલોજીના માઘ્યમથી પો5ટ5રા રેલનગર પાછળ આજીનદી ખાતે દવા છંટકાવની પ્રાયોગિક ધોરણે કામગીરીનું શુભારંભ કરવામાં આવ્યો છે.
વાહક નિયંત્રણની કામગીરીમાં ડ્રોન ટેકનોલોજીથી દવા છટકાવની કામગીરીના અનુભવી પાર્ટી પ્રાઈમ. યુ.એ.વી. પ્રા.લિ. એ જુનાગઢ મહાનગરપાલિકા, મહેસાણા શહેરમાં, જેવા અલગ અલગ મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા ડ્રોન દ્વારા દવા છટકાવની કામગીરીનો બહોળો અનુભવ ધરાવે છે.
આ ઉ5રાંત બેડી માર્કેટીંગ યાર્ડ પાછળ એક ડીવીડર મશીન તથા પો5ટ5રા રેલનગર પાછળ આજીનદીમાં બીજા ડીવીડર મશીન દ્વારા વેલ કાઢી ફાયર ફાઇટર દ્વારા દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે તથા રાજકોટ શહેરના નદીકાંઠાના 80 ફૂટ રોડ પાસે જૂની ખડપીઠની પાછળ,ચૂનારવાડ ભાણજીદાદાના પુલ પાસે, જંગલેશ્વર શેરી-10 પાછળ, રામનાથ ઘાટ તથા રામનાથપરા સ્મશાન પાછળ 32માણસો દ્વારા મેન્યુઅલી વેલ કાઢી નદી વિસ્તારમાં દવા છટકવ ની કામગીરી કરવામાં આવી રહી છે તથા ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન ઉ5રાંત રેલનગર અને પો5ટ5રા વિસ્તારમાં કૂલ 4 વાહન મારફતે વહિકલ માઉન્ટેડ ફોગીંગ મશીન ઘ્વારા આઉટડોર ફોગીંગની કામગીરી કરાવવામાં આવી રહી છે.
ક્યુલેક્ષ પ્રકારના મચ્છરની ખાસિયત એ છે કે આ મચ્છરો ગંદા, પ્રદૂસિત પાણીમાં જ ઉછરવાનું પસંદ કરે છે. આ મચ્છરો સાંજના સમયે ઘરમાં ઘુસે છે અને અડધી રાત્રેકરડે છે.દિવસ દરમ્યાન આ મચ્છર ઘરના અંધારા ખૂણાઓ, ખાલી વાસણો કે ફર્નિચર નીચે ભરાઇ રહે છે અથવા ઘરની બહાર નીકળી જાય છે. જ્યારે વાતાવરણનું તાપમાન 22 થી 38 સે. જેટલું હોય અને ભેજનું પ્રમાણ 70% ની આસપાસ હોય તે કયુલેક્ષ મચ્છર માટે અનુકુળ વાતાવરણ હોય છે. માટે સવાર સાંજે ઘરના બારી બારણા બંઘ રાખવાથી મચ્છરના ત્રાસમાંથી રાહત થાય છે.