Abtak Media Google News

ચાઈના મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી જેતપુરની વિધ્યાર્થી ઘરે પરત ફરતા કોરોનાની શંકાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ

સ્વાઈન ફલુ વોર્ડમાં યુવતીને સઘન સારવાર હેઠળ ઓબ્ઝર્વેશનમાં રખાઈ: સૌરાષ્ટ્રમાં આવેલા અન્ય વિધ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ ફરી કરવું પડે તેવી દહેશત !

ચીનમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાયરસ વાયા ચાઈના થઈ સૌરાષ્ટ્રમાં પગ પેશારો કર્યો હોય તેમ જેતપુરની વિધ્યાર્થી ચાઈના મેડિકલ કોલેજમાંથી પરત ઘેર વતન જેતપુરમાં આવ્યા બાદ તેણીને કોરોના વાયરસના લક્ષણો દેખાયા હોવાની શંકાએ તબીબોએ યુવતીને રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્વાઈન ફલુ વોર્ડમાં સારવાર હેઠળ દાખલ કરી છે.

કોરોના વાયરસના કારણે ચીનના અલગ અલગ શહેરોમાં ટપોટપ લોકોના મૃત્યુ થતાં અને મૃત્યુઆંક સતત વધવાની સાથે ચીનમાં રહેતા લોકોમાં ભયનું લખલખુ પ્રસરી ગયું છે અને ભારતમાંથી ચીનમાં અભ્યાસ ર્એ કે બિઝનેશ માટે ગયેલા લોકોના પરિવારજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે અને સરકાર દ્વારા આ લોકોને ભારત પરત લાવવા આગ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. તેની સાથે સાથે હાલ ભારતમાં પરત આવેલા લોકો ચાઈનામાં અલગ અલગ સ્થળોએ વસવાટ કર્યો હોય અને ત્યાં હાલ કોરોના વાયરસે અનેક માનવ જીંદગીનો ભોગ લીધો હોય તથા લાખો લોકો આ કોરોના વારયરસનો શિકાર બન્યા હોય ત્યારે ભારત પરત ફરી રહેલા લોકોનું સઘન મેડિકલ ચેકઅપ પણ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે સૌરાષ્ટ્રના જેતપુરની વિધ્યાર્થી છેલ્લા ઘણા સમયથી ચાઈનામાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી હોય અને તેણી આ કોરોના વાયરસના કારણે ભયભીત થઈ પરત સૌરાષ્ટ્રમાં ફરી હોય ત્યારે આ વિધ્યાર્થીને કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ હોવાનું માલુમ પડતા તેણીને પ્રથમ સારવાર જેતપુર બાદ વધુ સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્વાઈન ફલુ વોર્ડમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવી છે. જેતપુરની વતની વિધિ મોહનભાઈ પુરજાણી નામની વિધ્યાર્થી છેલ્લા ઘણા સમયથી ચાઈનામાં મેડિકલનો અભ્યાસ કરતી હતી અને હાલ તેણી વતન જેતપુરમાં પરત ફરી હતી. તેની મેડિકલ ચેકઅપ કરાયા બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવતા કોરોનાનો શિકાર બની હોવાની શંકાએ સ્પેશ્યલ ઓબ્ઝર્વેશન રૂમમાં રખાઈ છે અને તેની સારવાર શરૂ કરવામાં આવી છે. બે દિવસ પહેલા ધોરાજીનો વતની યુવાન ચાઈનાથી પરત ફર્યા બાદ તેને શરીરમાં તાવ અને કડતર જેવી સ્થિતિ જણાતા તે કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ હોવાની શંકાએ તબીબોએ તેનું મેડિકલ પરીક્ષણ કર્યું હતું પરંતુ તેમાં કોઈ કોરોના વાયરસના લક્ષણો જણાય નહોતા. હાલ ભારતમાં પરત ફરી રહેલા વિધ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ ભારતમાં પ્રવેશ કરવામાં આવે ત્યારે જ કરવામાં આવતું હોય છે પરંતુ જો આ કોરોના વાયરસના લક્ષણો મેડિકલ ચેકઅપના થોડા દિવસો બાદ દેખાડો દે તો હાલ સૌરાષ્ટ્રમાં અને ગત અઠવાડિયો મોરબીમાં પરત ફરેલા વિધ્યાર્થીઓનું પણ ફરીથી મેડિકલ ચેકઅપ કરવું પડે અને તેઓને પણ સઘન સારવાર હેઠળ ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવા જોઈએ તેવી માંગ ઉઠી છે. ચાર વર્ષથી ચાઇનામાં રહી અભ્યાસ કરતી અને સાત દિવસથી વતન પરત આવેલી જેતપુરની વિધ્યાર્થીને ખાસ સારવાર હેઠળ ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવી છે અને તબીબોની ટીમ સતત કાર્યરત રહી આ કોરોના વાયરસના શંકાસ્પદ કેસને હેન્ડલ કરવામાં આવી રહ્યો છે આ વિધ્યાર્થીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ કે નેગેટીવ તે આવતીકાલે ખબર પડે તેવી શકયતાઓ વર્તાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.