લીલા લસણનો સોસ

spring garlic |abtakmedia
spring garlic |abtakmedia

સામગ્રી
એક ચમચો ઝીણી સમારેલી કોથમીર
એક ચમચો ઝીણાં સમારેલાં લાલ મરચાં
બે ચમચા ઝીણું સમારેલું તાજું લીલું લસણ
એક ચમચો લીંબુનો રસ
એક ચમચો દળેલી સાકર
બે ચમચા વિનેગાર
મીઠું સ્વાદ પ્રમાણે

રીત
એક બાઉલમાં કોથમીર, લાલ મરચાં અને લીલું લસણ લઈને બરાબર મિક્સ કરો. એમાં લીંબુનો રસ, સાકર, વિનેગાર અને મીઠું ઉમેરીને એકરસ થાય ત્યાં સુધી હલાવો અને ઍર-ટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રિજમાં રાખી દો. જરૂર પ્રમાણે એ વાપરો. આ સીઝનમાં લીલું લસણ જોઈએ એટલા પ્રમાણમાં બજારમાં મળી રહે છે. જો ન મળે તો એને બદલે એક ચમચો બારીક સમારેલું સૂકું લસણ વાપરવું અને કોથમીરનું પ્રમાણ એકને બદલે બે ચમચા રાખવું.