Abtak Media Google News

ચેરીનું સેવન તમને કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીથી રક્ષણ આપે છે

કુદરતે ઘણી એવી ચીજ વસ્તુઓનું નિર્માણ કર્યું છે કે જેને આરોગવાથી ગમે તેવા રોગ થી બચી શકાય છે પરંતુ લોકોની જાગૃતતા નો અભાવ સૌથી મોટું કારણ બનતું હોય છે. આજે આપણે એક એવા ફ્રુટ વિશે માહિતી મેળવશું કે જે ચટાકેદાર છે પરંતુ તેની મહત્ત્વતા કેટલી છે તેનાથી લોકો સંપૂર્ણ રીતે અજાણ છે. હા હું વાત કરી રહ્યો છું ચટાકેદાર ચેરીની . લોકો ચેરી ખાવાનું સહેજ પણ ભૂલતા નથી હું તો લોકોને એ વાતનો ખ્યાલ નથી હોતો કે આ ફ્રુટ તેમના ઘણા ખરા રોગને નિવારવા માટે અત્યંત કારગત નીવડે છે અને ઘણો ફાયદો પણ પહોંચાડે છે. તબીબો દ્વારા પણ એ વાતની સલાહ લોકોને આપવામાં આવતી હોય છે કે ચેરીનું સેવન વધુને વધુ કરવું જોઈએ.

એવી જ રીતે ચેરીના ગુણધર્મ ખૂબ જ વધુ છે અને તે આથરેટિસ બીમારીમાં પણ અત્યંત કારગત નીવડે છે આટલા બધા ફાયદા એક નાના એવા ફ્રૂટમાં હોવા છતાં લોકો તેનું સેવન ખૂબ જ ઓછી માત્રામાં કરે છે. તમે લોકોને આ અંગે સહેજ પણ જાગૃતતા પણ નથી કે ચેરી ફ્રુટ ના ગુણધર્મ શું છે. અદભૂત સ્વાદવાળી ચેરીઓનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ચેરી પસંદ કરેલ ખાસ ફળોમાં ગણાય છે. ચેરી ફળો નાના અને ગોળાકાર હોય છે. તેની ઘણી જાતો છે, જે બે ભાગોમાં વહેંચાયેલ છે, એક મીઠી ચેરી અને બીજી ખાટી ચેરી. ભારતમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી ચેરીઓનો સ્વાદ મીઠો હોય છે. તે સ્વીટ ચેરી તરીકે ઓળખાય છે. તે જ સમયે, બીજી પ્રકારની ખાટી ચેરી ખાટા સ્વાદની હોય છે. સ્વીટ ચેરી વૈજ્ઞાનિક રૂપે પ્રુનસ એવિમ તરીકે ઓળખાય છે, જ્યારે ટર્ટ ચેરીને પ્રુનસ સેરેસસ કહેવામાં આવે છે. જ્યાં સુધી સ્વાસ્થ્યની વાત છે ત્યાં સુધી એક સંશોધન મુજબ ચેરી ફળમાં ઘણાં જરૂરી પોષક તત્ત્વો અને ઔષધીય ગુણધર્મો જોવા મળે છે.

ચેરીમાં હાજર પોષક તત્ત્વો અને ઔષધીય ગુણધર્મો તેને આરોગ્ય માટે ઘણી રીતે ફાયદાકારક બનાવે છે. તે જ સમયે, ધ્યાનમાં રાખો કે ચેરી એ કોઈ રોગની તબીબી સારવાર નથી, તેનો ઉપયોગ અહીં જણાવેલા શારીરિક સમસ્યાઓથી બચાવવા અને તેના લક્ષણો ઘટાડવા માટે અમુક અંશે મદદરૂપ થઈ શકે છે.ચેરીના ફાયદા સોજાની સમસ્યા ઘટાડવામાં જોવા મળ્યા છે. પ્રાણીઓ અને માણસોના સંશોધન મુજબ, ગંભીર સોજા સંધિવા, હૃદયરોગ (સીવીડી), ડાયાબિટીઝ અને કેન્સરનું જોખમ વધારે છે. તે જ સમયે, ચેરીમાં હાજર બળતરા વિરોધી અસરને કારણે, તે સોજાની સમસ્યાઓ અટકાવવામાં મદદ કરી શકે છે.

પૂરતી ઊંઘ અને સારી ઊંઘ માટે ચેરી અક્ષીર

આ લોકોને રાત્રે ઉંઘ આવાના પ્રશ્નો થતા હોય છે તો અનેક લોકોને અપૂરતી ઊંઘનો સામનો પણ કરવો પડે છે ત્યારે જો તે લોકો દ્વારા ચેરીનું સેવન કરવામાં આવે તો તેમને આ તકલીફમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળે છે.

હૃદય રોગ, લીવર સહિતની બીમારી થી દુર રાખે છે

કોલેસ્ટ્રોલ નાચે પ્રશ્નો ઊભા થતાં હોય છે તેમાંથી પણ તેઓ બચી શકે છે. કારણકે ચેરીમાં જે કોલેસ્ટ્રોલનું પ્રમાણ હોય તે સારું હોય છે જેનાથી લોકોને હૃદયરોગનો હુમલો પણ આવતો નથી અને તેઓ લીવરની તકલીફથી પણ બચી જતા હોય છે ત્યારે જરૂરી એ છે કે લોકોએ આ ફ્રુટ નું સેવન યોગ્ય રીતે કરે.

બ્લડપ્રેસર અને ડાયાબિટીસથી રક્ષણ આપે છે

બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી પણ ચેરી લોકોને બચાવે છે. અલ્લાહ ભાગદોડ ભર્યા જીવનમાં લોકોને ટેન્શનનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળતું હોય છે અને તેના કારણે ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ના બીમારીનો સામનો કરવો પડે છે પરંતુ જો લોકો આ ફ્રુટ નું સેવન યોગ્ય રીતે કરે અને તેમના ખોરાકમાં તેનો સમાવેશ કરવામાં આવે તો ઘણા ખરા ફાયદા લોકોને મળે છે અને તેઓ ગંભીર બિમારીથી બચી શકે છે.

અનેક ગુણધર્મોથી સજ્જ છે ચટાકેદાર ચેરી

ફાઇબર, પોલિફેનોલ્સ, કેરોટિનોઇડ્સ, વિટામિન સી અને પોટેશિયમ જેવા પોષક તત્વો ઉપરાંત, તેમાં એન્ટીઓકિસડન્ટ અને બળતરા વિરોધી અસરો છે, જેના કારણે તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.