શ્રીદેવીને પોતાની ‘પત્ની’ બનાવી છે આ શખ્સે, હજુ પણ ગમમાં છે ગરકાવ

બોલીવુડ એક્ટ્રેસ શ્રીદેવી 3 વર્ષ પહેલા નિધન બાદ દેશભરમાં તેના ચાહકો હજુ દુ:ખી છે એને તેમને યાદ કરતા રહે છે. શ્રીદેવીના વર્ષગાંઠ પર તેમના પરવિરોની સાથે-સાથે પ્રશંસકો પણ પોતાની રીતે તેમને શ્રદ્ધાજલી આપી રહ્યાં છે. ત્યારે પ્રધ્યપ્રદેશના શ્યોપુરના એક ચાહકે વર્ષગાંઠ પર શ્રીદેવીની યાદમાં ગામના લોકો સાથે શ્રદ્ધાંજલી સભાનું આયોજન કરી તેમણે શ્રદ્ધાસુમન આર્પિત કરી હતી.

ખાસ વાત એ છે કે, 57 વર્ષના આ ચાહક શ્રીદેવીને વર્ષોથી પોતાની પત્ની માની લગ્ન કર્યા નથી. આ પ્રશંસકની શ્રીદેવી સાથે મળવાની ઈચ્ચા ભલે અધુરી રહી ગઈ હોઈ, પરંતુ તેમને ઉમ્મીદ છે કે, આવતા જન્મમાં તેને શ્રીદેવી જરૂર મળશે. તેથી તે એક પતિના રૂપમાં શ્રીદેવીના નિધન બાદ તેમની આત્માને શાંતિ માટે બધી ધાર્મિક વિધિઓ નિભાવે છે અને હવે દર વર્ષે તેમની વર્ષગાંઠ પણ ઉજવે છે.

મધ્યપ્રદેશના શ્યોપુરથી 10 કિમી દૂર દદુની ગામમાં બોલીવુડની મશહૂર અભિનેત્રી શ્રીદેવીના ચાહકે બુધવારે તેમને શ્રદ્ધાંજલી આપવા માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જ્યા લોકો શ્રીદેવીને શ્રદ્ધાંજલી અર્પિત કરી ઓમપ્રકાશના સંત્વના આપી રહ્યાં હતાં. શ્રીદેવીના આ અનોખા પ્રશંસક ઓમપ્રકાશે વર્ષો પહેલા મનમાને મનમાં શ્રીદેવીને પોતાની પત્ની માની લીધી છે. જોકે, શ્રીદેવીના નિધન બાદ તેમની આત્માને શાંતિ માટે બધી ધાર્મિક વિધિઓ નિભાવે છે, સાથે હવે તે તિથિ અનુસાર પુણ્યતિથિ મનાવી રહ્યો છે.

નાના એવા ગામદદુનીના ઓમપ્રકાશ 1986થી શ્રીદેવીને પોતાની પત્ની માની અવિવાહિતી રહ્યા છે. ઘણી વખત તેમણે પોતાના ઘર લોકોના રોષનો પણ સામનો કરવો પડ્યો હતો. પરંતુ રૂપની રાણીના પોતાને રાજા માની બેઠા હતા, એટલુ જ નહીં વોટર લિસ્ટમાં પણ શ્રીદેવીના પોતાની પત્ની તરી નોંધાવ્યું હતું. શ્રીદેવીના ચાહક ઓમ પ્રકાશ સાથે ગામના લોકોએ શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી.