Abtak Media Google News

મોરબીના પૂર્વ ધારાસભ્ય આયોજિત કોરોનામાં દિવંગતોના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત કથાનો ત્રીજો

કોરોનામાં દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર આયોજિત ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ (ભાઈશ્રી)ઓઝાના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત કથાના ત્રીજા દિવસે શ્રીમદ્દ ભાગવતના સ્વરૂપની ચર્ચા, ક્યાં માર્ગ દ્વારા  પરમાત્મા આપણા મનમાં પ્રવેશ કરે, મનની શુદ્ધિ કઈ રીતે કરવી, વ્યસન અને નશાની બાબતે યુવાધનને સાવધાન કર્યા, બાળકોના બાળમાનસને સમજવાની ચર્ચા તેમજ મોરબી શહેરને સ્વચ્છ કરવાની ટકોર તથા વરાહ અવતારના પ્રાગટ્ય તથા નૃસિંહ અવતારના પ્રાગટ્યની એવા સમાજલક્ષી તેમજ કથાલક્ષી વિષયોની વિસ્તૃત અવલોકનો ત્રીજા દિવસની શ્રીમદ્દ ભાગવત કથામાં કરવામાં આવ્યા હતા.

Img 20220914 Wa0259

કથામાં આગળ પૂજ્ય ભાઈશ્રીએ દેશના યુવાધનને વ્યસન માટે સાવધાન કર્યા છે, કહ્યું છે કે આવી પરાધીનતામાં ન રહો, નશામાં સુખ નથી તે પરાધીનતા મોંઘી પડશે, નશાથી તેમજ વ્યસનથી પરિવાર અને સમાજને નુકસાન થશે. દેશના યુવાધનને નશામાં ધૂત કરવાનું આડોસી-પાડોસી દેશોનું મોટું ષડ્યંત્ર છે એક પ્રકારનું ઓપીઅમ વોર(અફીણ યુદ્ધ)એટલે આ ષડયંત્રનો શિકાર ન થવાની સૂચના કરવામાં આવેલી, પૂજ્ય ભાઈશ્રી દ્વારા મનની શુદ્ધિ માટેના શ્રેષ્ઠ ઉપાય બતાવતા કહ્યું હતું કે મનની ગંદકીને શ્રીમદ્દ  ભાગવત કથા પવિત્ર કરે છે, શ્રીમદ્દ ભાગવત કથાના માધ્યમથી મન જેવું શુદ્ધ થાય છે તેવું કલીકાળમાં મનને શુદ્ધ કરવાનું બીજું કોઈ સાધન નથી, કથા-શ્રવણ શ્રેષ્ઠ ઉપાય, તેમજ જ્યાં વિચાર, ભાવના, વ્યવહારમાં શુદ્ધિ નહિ રહે ત્યાં સુધી શાંતિ નહિ મળે. ભગવદ ગીતામાં પણ લખ્યું છે જીવનમાં શાંતિ હશે તો જ સુખ મળશે

કથાના ત્રીજા દિવસને વિરામ આપ્યા બાદ કથામાં પધારેલા મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેનને કેદ્રમાં રાખી મોરબી શહેરમાં ગંદકીનું પ્રમાણ વધારે છે, તેને માટે સ્વચ્છતાની સલાહ આપી હતી તેમજ શહેરમાં સ્વચ્છતા રાખવી પ્રત્યેક શહેરીજનની જવાબદારી છે કથાને વિરામ આપ્યા બાદ કોરોનાના કપરા સમય દરમિયાન જે સંસ્થાના લોકોએ કાર્ય કર્યું તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કથામાં પધારેલ રાજકીય તેમજ સામાજિક મહાનુભાવો ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિવલાલભાઈ વેકરીયા, લાખાભાઇ જારીયા, સીદસર મંદિર ટ્રસ્ટ પ્રમુખ જેરામભાઈ, ગુણવંતભાઈ દવે, હનુભા જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું.

  • પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું શાલ ઓઢાડી સન્માન

Img 20220914 Wa0503

મોરબી પટેલ સમાજ વાડી-શક્ત શનાળા મુકામે કોરોનામાં મૃત્યુ પામનાર દીવંગત આત્માઓના મોક્ષાર્થે મોરબી-માળિયા મત વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય  કાંતિલાલ અમૃતિયા દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરુ આયોજન કરવા માં આવ્યુ છે

જેમાં વ્યાસપીઠ પર પરમ પૂજ્ય ભાઈ   રમેશભાઈ ઓઝા બિરાજમાન છે, જેમના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ હજારો ભક્તજનો રસપાન કરી રહ્યા છે ત્યારે મોરબી શહેર તેમજ આસપાસ ના વિસ્તારો માં વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા  જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણી  ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, હસુભાઈ પુજારા, ચિરાગભાઈ રાચ્છ, રમણીકભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી તથા જયેશભાઈ રૂપારેલ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના સફળ આયોજન બદલ પૂર્વ ધારાસભ્ય   કાંતિલાલ અમૃતિયા નુ શાલ ઓઢાળી અભિવાદન કરવા માં આવ્યુ હતુ તેમજ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમિયાન મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એક લાખ થી વધુ ફુડપેકેટ વિતરણ, ઓક્સિજન બોટલ સેવા, નેબ્યુલાઈઝર સેવા, ઓક્સિમિટર સેવા, એમ્બ્યુલન્સ સેવા, શબવાહિની સેવા, અંતિમયાત્રા બસ, આયુર્વેદીક દવાઓનુ વિતરણ, હોમ આઈસોલેટ દર્દીઓ માટે ડોક્ટર ની સેવા સહીત ની વિવિધ સેવાઓ પ્રદાન કરવા માં આવી હતી. આ તકે  કાંતિલાલ અમૃતિયા તથા પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા મોરબી જલારામ મંદિર ની સેવાને બિરદાવવા માં આવી હતી.

કોરોનામાં દિવંગતોના મોક્ષાર્થે કાંતિભાઈ અમૃતિયા પરિવાર આયોજીત રમેશભાઈ ઓઝાની શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે પણ બોહળી સંખ્યામાં લોકોએ અબતક ચેનલ તથા અબતક મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પરથી લાઈવ નિહાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.