- શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી મારી શકે તે માટે વ્યવસ્થા: ઓનલાઇન બુકિંગ શરૂ: ભાડું 8,800
- રાજકોટથી પ્રયાગરાજની એસટી બસ મંગળવારથી શરૂ
- શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી મારી શકે તે માટે વ્યવસ્થા
- રાજકોટથી પ્રયાગરાજનું ઓનલાઇન બુકિંગ શરૂ: ભાડું 8,800
- પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા બારણ (મધ્યપ્રદેશ બોર્ડર) મુકામે કરવામાં આવશે.
ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા સેવાનો વ્યાપ વધારવા રાજકોટ થી પ્રયાગરાજ માટે નવીન વોલ્વો સર્વિસ શરૂ કરવા નિર્ણય લેવામાં આવેલ છે. તારીખ 04/02/2025 થી રાજકોટ થી પ્રયાગરાજ જવા માટે નવીન વોલ્વો બસ સર્વિસ શરૂ કરવામાં આવનાર છે.
ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા સેવાનો વ્યાપ વધારવા રાજકોટ થી પ્રયાગરાજ માટે નવીન વોલ્વો સર્વિસ શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.તારીખ 04 ફેબ્રુઆરીથી રાજકોટ થી પ્રયાગરાજ જવા માટે નવીન વોલ્વો બસ સર્વિસ શરૂ કરવામાં આવશે. રાજકોટ ખાતેથી શરૂ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા બારણ (મધ્યપ્રદેશ બોર્ડર) મુકામે કરવામાં આવશે. નવીન વોલ્વો બસ માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. પ્રતિ વ્યક્તિ પેકેજ રાજકોટ થી રૂ.8,800/- નિયત કરવામાં આવેલ છે. આ નવી બસ સર્વિસનું ઓનલાઈન બુકિંગ તારીખ 02 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 (પાંચ) કલાકથી એસટી નિગમની વેબસાઈટ www.gsrtc.in પરથી શરુ થઇ ગયેલ છે.
સમયપત્રક નીચે મુજબનું રહેશે.
- રાજકોટ – પ્રયાગરાજ – રાજકોટ
- ઉપડવાનું સ્થળ – પહોંચવાનુ સ્થળ -ઉપડવાનો સમય – પહોંચવાનો સમય – રાત્રી રોકાણ સ્થળ
- રાજકોટ – બારણ – 5: 00 – 20:00 – બારણ
- બારણ – પ્રયાગરાજ – 6:00 – 19:00 – પ્રયાગરાજ
- પ્રયાગરાજ – બારણ – 13:00 – 03:00 – બારણ
- બારણ – રાજકોટ – 12:00 – 02:00 – 00000