Abtak Media Google News

બીજા તબકકામાં વોલ્વો-સ્લીપર બસ દોડશે: રાજકોટથી ભાવનગર, ભુજ અને દીવ માટે બસ દોડાવાશે

રાજય એસટી વિભાગ દ્વારા આજથી આખા રાજયમાં વોલ્વો બસ સેવા ફરી શરૂ કરાઇ છે. અમદાવાદથી વડોદરા, રાજકોટ, સુરત, ભુજ ઉપરાંત ગાંધીનગરથી અન્ય શહેરના રૂટ પરની વોલ્વો સેવા પણ શરૂ કરાઇ છે.

વોલ્વોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના એસ.ટીના નિયમો તેમજ ટેમ્પરેચર ચેકિંગ અને સેનિટાઇઝસનના નિયમોના આધારે મુશાફરી કરાવાશે.

લોકાડાઉનના કારણે રાજકોટ એસ.ટી. બસ સ્ટેશન સુમસામ ભાસી રહ્યા હતા. તમામ બસો બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાને લઇને થાળે પડતી પરિસ્થિતી અનુસંધાને રાજય એસટી વિભાગે આજેથી ફરી વોલ્વો બસ શરૂ કરી છે. આજે બીજા તબકકામાં વોલ્વો અને સ્લીપર કોચ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અતર્ગત આજે રાજકોટથી ભાવનગર, દીવ અને ભૂજની સ્લીપર બસ દોડશે. આ દરમિયાન એસટી ડીવીઝનના જણાવ્યા અનુસાર રાજકોટ એસટી ડિવીઝનને ૧૫૦ ર્થમલગનની ફાળવણી થતા ગામ્રીણ રૂટોની એસટી બસો ચાલુ કરી દેવામાં આવી છે. ર્થમલગન દ્વારા મુસાફરોની ટેસ્ટીંગ કરીને જ પરીવહન માટેની પરવાનગી આપવામાં આવશે. ગામડામાંથી આવતી મોટા ભાગની એસટી બસો ખાલી હોય છે ત્યારે એસટી તંત્રની માફક ખાનગી ટાવલ્સના ધંધાથીઓ ને પણ મુસાફરો મળતા ન હોવાથી રાત્રી દરમિયાન દોડતી અનેક બસો રદ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.