Abtak Media Google News

રૂ.૨૦ની કિંમતની માર્ગદર્શક પુસ્તિકામાં સમાવિષ્ટ માર્ગદર્શક લેખો દ્વારા વિદ્યાર્થીઓને મળશે પ્રોત્સાહન: રૂપાણી

મુખ્યમંત્રી વિજય ‚પાણીએ ગઈકાલે કેરિયર ગાઈડન્સ પુસ્તિકા બહાર પાડી હતી. જેમાં પોસ્ટ એસ.એસ.સી અને પોસ્ટ એચ.એસ.સી.ના વિદ્યાર્થીઓને કેરિયર પસંદગી માટેની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

ધો.૧૨નું રીઝલ્ટ જાહેર થયા બાદ ધો.૧૦નું રીઝલ્ટ આગામી ૨૪મીના રોજ ડિકલેર થવા જઈ રહ્યું છે. ત્યારે ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓ માટે ધો.૧૦ અને ધો.૧૨ પછી શું ? એ એક મહત્વનો તેમજ મુંઝવતો પ્રશ્ર્ન રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓની મુંઝવણના અંત માટે રાજય સરકાર દ્વારા સુંદર માર્ગદર્શન પુરુ પાડતી પુસ્તિકા બહાર પાડવામાં આવી છે. જેને વાંચ્યા બાદ વિદ્યાર્થીઓની ગુંચવળો ઉકેલાઈ જશે તેમ મુખ્યમંત્રીનું માનવું છે. ‚પાણી સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મદદ‚પ થવાના હેતુસરની પુસ્તિકાનો ઉપયોગ કરવા વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું હતું.

‚પાણી સરકારે આ અંગે સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે આ પુસ્તિકા દ્વારા લાખો શાળાકક્ષાના લાખો વિદ્યાર્થીઓ કે જેઓએ એસ.એસ.સી. તેમજ એચ.એસ.સીની પરીક્ષાઓ પાસ કરી છે તેને વધુ આમ્યાસાર્થે માર્ગદર્શન તેમાં સમાવિષ્ટ માર્ગદર્શક લેખો દ્વારા મળી રહેશે. આ અંગેના માર્ગદર્શક અંકો તમામ જિલ્લાની માહિતીખાતા અને એજન્સીઓ દ્વારા ૨૦ ‚ા. જેવી ન્યુનતમ કિંમતે ઉપલબ્ધ કરાશે.

આ પ્રસંગે ચીફ સેક્રેટરી જે.એન.સિંઘ, ચીફ મીનીસ્ટરના પ્રિન્સીપાલ સેક્રેટરી એસ.અપર્ણા, માહિતી સેક્રેટરી અશ્ર્વિની કુમાર, માહિતી નિયામક એ.જે.શાહ, માહિતી ખાતાના એડીશન્લ ડાયરેકટર અરવિંદ પટેલ, જોઈન્ટ ડાયરેકટર પુલક ત્રિવેદી અને ડેપ્યુટી ડાયરેકટર પંકજ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.