ટી-20 વર્લ્ડકપ જીતવા સ્ટાર બેસ્ટમેનોનું ફોર્મમાં રહેવું જરૂરી: અંજુમ ચોપરા

વિશ્ર્વકપ પહેલા ટીમ ઈન્ડીયાનું દક્ષિણ આફ્રિકા સામે ત્રણેય ટી-20 મેચ જીતવાનું લક્ષ્યાંક

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અંજુમ ચોપરાએ વિશ્ર્વાસ જતાવ્યો છે કે  આવતા મહિનેથી  ઓસ્ટ્રેલીયામાં  શરૂ થવા જઈ રહેલા  ટી.20 વિશ્ર્વકપમાં ભારતીય ટીમ ખુબજ  સારૂ પ્રદર્શન કરશે. જોકે  રોહીત શર્મા, કે.એલ. રાહુલ અને વિરાટ કોહલી જેવા સ્ટાર બેસ્ટમેન હોય  પોતાનું ર્સ્વશ્રેષ્ઠ  પ્રદર્શન કરવું જરૂરી રહેશે. સાથોસાથ  ઓલરાઉન્ડ  હાર્દિક પંડયા પણ  સારૂ પ્રદર્શન  કરવાનું જરૂરી  બનશે. આઈસીસી મેન્સ ટી.20  વલર્ડ કપ આગામી  16 ઓકટોબરથી શરૂ થશે અને   13 નવેમ્બર સુધી ચાલશે.

અંજુમ ચોપડાએ વધુમાં જણાવ્યું હતુ કે  અગાઉ  પણ ભારતીય ટીમે  ક્રિકેટમાં  ખૂબજ સારૂ પ્રદર્શન કર્યું છે. છેલ્લા એશિયા કપ દરમ્યાન  ભારત ખૂબજ  સારી ટીમ તરીકે  નજરમા આવી હતી. જોકે જીતવા  છતા આ ટ્રોફીથી દૂર રહી ગયા  હવે જયારે  સાઉથ આફ્રિકા સામે  ભારત આફ્રિકાને કિલીન સ્વીપ કરી દેશે  તો પણ  બહુ જ  ફેર નહી પડે. કેમ કે   ટી.20 વર્લ્ડ બિજા દેશમાં યોજાવા જઈ રહ્યો છે. તેથી આ મેચની  તમામ મેચ ટકકર વાળી હશે.

અંજુમે વધુમાંજ ણાવયું હતુકે  શ્રેષ્ઠ  ક્રિકેટરના ર્સ્વરૂપે જોઈએ તો ફોર્મમાં રહેવું જરૂરી છે.  જે ખેલાડી ફોર્મમાં છે  તે જ  11નો હિસ્સો બની શકે છે બાકી તે  ખેલાડીનો ટીમમાં હોવાનો કોઈ મતલબ હોતો નથી. કે.એલ. રાહુલ  રોહીત  શર્મા અને વિરાટ કોહલી  પ્લેઈગ ઈલેવનમાં રમવાના છે. હવે જરૂરી એ બન્યુ છે કે  તે  પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે. એશિયા કપમાં આપણે જોયુ કે  કયો ખેલાડી કયા ક્રમે  બેટીંગ કરી શકે છે. અને બેટીંગ  પોઝીશન પણ ખૂબજ  મહત્વની છે. ટીમને  ખરાબ  સ્થિતિમાંથી બહાર કાઢવા માટે  અલગ અલગ  બેસ્ટમેનોની જરૂર પડે છે. વિરાટ અથવા તો બીજા  કોઈપણખેલાડી શરૂ પ્રદર્શન કરીને  ભારત વાસીઓને ખૂબ કરી શકે તેમ છે. હું વિરાટ કોહલી રોહીત શર્માને  સર્વશ્રેષ્ઠ ખેલાડી માનુ છું અને મને આનંદ થાય છે. કે તેઓ સારૂ પ્રદર્શન કરી રહ્યા છે.  જોકે  આનો મતલબ એવો નથી કે   હાર્દિક પંડયાને  પસંદ નથી કરતી  હાર્દિક પંડયા પણ  સારૂ પ્રદર્શન કરીને  ભારતની જીત માટે આગળ આવશે. તેવુ મને લાગે છે.