બોલીવુડ મુવી ‘મિડલ કલાસ લવ’ના સ્ટાર કાસ્ટ ‘અબતક’ મીડિયાના આંગણે

આવતીકાલથી દરેક સીનેમાઘરોમાં આ ફિલ્મ લોકોમાં મનોરંજનની હેલી ચડાવશે

દરેક સ્ટાર કાસ્ટે મુક્ત મને અબતક મીડિયા સાથે કરી વાતચીત, વર્ણવ્યા પોતાના અનુભવો

અબતક, રાજકોટ

16 સપ્ટેમ્બર ના રોજ રિલીઝ થનાર મિડલ ક્લાસ લવ સ્ટોરીની સ્ટાર કાસ્ટ પ્રીત કામાણી, ઈશા સિંઘ તથા કાવ્યા થાપર સહિતની ટીમ ફિલ્મ ના પ્રમોશન માટે રાજકોટ અબતક હાઉસ ની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓએ ફિલ્મ વિશે તથા તેઓની જર્ની વિશે વિશેષ માહિતી આપી હતી.

રત્ના સિન્હા ડાયરેકટેડ “મિડલ ક્લાસ લવ” એક લવ અને પારિવારિક ડ્રામા ફિલ્મ કાલથી જ બોકસ ઓફીસ પર દર્શકોને મનોરંજન પૂરું પાડવા જઈ રહી છે. આ ફિલ્મમાં લીડ રોલ કરતા પ્રીત કામાણી મૂળ રાજકોટના છે તથા બંને અભિનેત્રીઓ પણ આ ફિલ્મથી બોલિૂડમાં ડેબ્યૂ કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક દેશની દરેક મિડલ ક્લાસ વ્યક્તિ પોતાની કોલેજ અને ટીનેજ લાઈફને કનેક્ટ કરી શકે એ પ્રકારની સ્ટોરી આ ફિલ્મ લઈને આવી રહી છે.

ફેમિલી એન્ટરટેઇનમેન્ટ મુવી હોવાથી લોકો મન મૂકીને આનંદ માણી શકશે: ઈશા સિંઘ

મિડલ ક્લાસ લવ ફિલ્મના અભિનેત્રી ઈશા સિંઘએ અબતક સાથેની વાતચીમાં જણાવ્યુ હતું કે મે ઘણા હિન્દી ટીવી સીરીયલ માં કામ કર્યું છે ત્યાર બાદ પ્રથમ વખત હિન્દી ફિલ્મમાં તક મળી તેની ખુશી છે આ ફિલ્મ ફેમિલી સાથે મળીને જોઈ શકે તેવી સ્ટોરી છે. ફિલ્મની સ્ટોરી ખુબ જ સરળ ભાષામાં દર્શાવેલી છે જેથી દરેક વ્યક્તિ ખૂબ જ સારી રીતે માણી શકશે. તેઓએ તેમના ભૂતકાળમાં કરેલા કામની સાથે બોલીવુડમાં તેને પ્રથમ બ્રેક કેવી રીતે મળ્યો તે અંગે પણ ચર્ચા કરી હતી અને દરેક દર્શકોને પાસ પણ વ્યક્ત કર્યો હતો કે જે મુવી રિલીઝ થઈ રહ્યું છે તે સંપૂર્ણ પરિવાર સાથે જોઈ શકાય તેવું છે અને તેનો આનંદ પણ ખૂબ સારી રીતે માણી શકાશે .

 

મારા પરિવારનો મારા પરનો ભરોષો દર વખતે મને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે:કાવ્યા થાપર

તેલુગુ અને તામિલ ફિલ્મો પછી પહેલી બોલિવૂડ ફિલ્મ મિડલ ક્લાસ લવમાં ડેબ્યૂ કરી રહેલા અભિનેત્રી કાવ્યા થાપર અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે , આ મારી પહેલી હિન્દી ફિલ્મ છે અને આ ફિલ્મના કિરદારને માર જીવન સાથે જોડી શકું છું. નાનપણથી જ મારા પિતા ઈચ્છતા હતા કે હું એક ફેશન મોડેલ કે અભિનેત્રી બનુ મારા કરિયરમાં હંમેશાથી મારા ફેમિલીનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. કોઈપણ પ્રકારે જ્યારે આગળ વધવાની ક્ષણ આવી ત્યારે માતા-પિતા દ્વારા જે સાર સંભાળની સાથે જે વિશ્વાસ મૂકવામાં આવ્યો તે અત્યંત કારગત નિવડિયો છે.

 

 

આ ફિલ્મની સ્ટોરી દેશના દરેક મિડલ ક્લાસ વ્યક્તિની એક કહાની છે: પ્રીત કામાણી

મિડલ ક્લાસ લવ ફિલ્મનાં લીડ અભિનેતા પ્રીત કામાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હમેશા મારી લાઇફમાં ચેલેન્જીસ રહ્યા છે અને મારી ભૂલો પરથી શીખીને જ આજે આગળ વધ્યો છું, ત્યારે વધુમાં તેઓએ જણાવ્યું કે તેને ગર્વ છે કે તેઓ આ ફિલ્મનો ભાગ છે. આ ફિલ્મની સ્ટોરી દેશના દરેક મિડલ ક્લાસ વ્યક્તિને જોડે છે મોટાભાગના લોકોએ આ લાઈફ માંથી પસાર થયા હશે અને થતા પણ હશે. વધુમાં તેને ઉમેરતા કહ્યું હતું કે, આ ફિલ્મ જોનાર લોકોને એકસાથે દરેક પ્રકારના એન્ટરટેનમેન્ટ નો ભાસ થશે. મુખ્ય કારણ એ છે કે જે રીતે સ્ક્રિપ્ટ લખવામાં આવી છે તે એક સામાન્ય વ્યક્તિને સહજ સ્પર્શ થઈ રહી છે.

 

દરેક માતા પિતાએ પોતાના બાળકને પાંખો ફેલાવવા માટે મોકળું આકાશ આપવું જોઈએ: હરેનભાઈ કામાણી

મિડલ ક્લાસ લવ બોલીવુડ મુવીના સ્ટાર કાસ્ટ પ્રીત કામાણી ના પિતા હરેનભાઈ કામાણીએ અબતક સાથે વતચીત કરતા જણાવ્યું હતું કે, નાનપણથીજ પ્રીત અભિનયમાં રૂચિ ધરાવતો હતો, એટલુંજ નહીં દરેક અભિનેતાની નકલ ખૂબ જ સરસ રીતે કરતો અને દરેક ફિલ્મના કિરદારમાં ઢળી જતો જે ટેલેન્ટને જોઇને તેને અભિનયનું પ્લેટફોર્મ આપવાનું નક્કી કર્યું. જેના પરિણામ સ્વરુપે તે દરેક શો, એડસ તથા ભણતર વગેરેમાં હંમેશા અવ્વલ આવતો રહ્યો છે. પિતા તરીકે તેઓ જણાવ્યું હતું કે કોઈ પણ બાળકના ભવિષ્યના ઘડતરમાં મા બાપનો ફાળો અનેરો હોય છે ત્યારે તેણે પણ પોતાના કામ ધંધા ની સાથે પોતાના બાળકોની ઈચ્છા અને પ્રાધાન્ય આપ્યું છે અને પરિણામે બાળકો સફળતાના શિખરો સર કરી રહ્યા છે.