Abtak Media Google News

લોકડાઉન પછી ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન રિજીનલ ઓફિસ અમદાવાદ દ્વારા, રાજકોટથી 3 ભારત દર્શન અને 3 પિલગ્રીમ સ્પે. ટુરિસ્ટ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.

પશ્ર્ચિમ ઝોનના ગૃપ જનરલ મેનેજર રાહુલ હિમાલિયન જણાવ્યું હતું કે આ બધી ટૂર કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આયોજીત કરી છે. આ બધી ટુરીસ્ટ ટ્રેનો રાજકોટ થી ઉપડશે અને રાજકોટ પરત આવશે. આ ટુર પેકેજોમાં ભોજન (ચા-નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિ ભોજન), માર્ગ પરિવહન માટેની બસની વ્યવસ્થા, ધર્મશાલા આવાસ અને ટૂર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા, સફાઇ કર્મચારી  અને જાહેરાત માહિતી માટે અનાઉન્સમેન્ટની સુવિધા ઉપલબ્ધ રહેશે. વધારે માહિતી માટે વેબસાઇટ પર અથવા સંપર્ક કરો 079-26582675, 8287931718, મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની આઇઆરસીટીસી ઓફિસથી તથા અધિકૃત એજન્ટો પાસેથી પણ ટિકિટ બુક કરાવી શકે છે. અમદાવાદ રીજીનલ ઓફિસના ક્ષેત્રીય પ્રબંધક વાયુનંદન શુક્લાએ આગ્રહ પણ કર્યો કે મુસાફરોને “કેન્દ્ર સરકારના રસીકરણ કાર્યક્રમમાં” ભાગ લેવા અને વહેલી તકે રસીકરણ કરાવવા અને કોવિડથી સુરક્ષિત રહેવા વિનંતી છે.

મુસાફરોની સલામતી માટે, પ્રવાસ શરૂ કરતા પહેલા થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે, અને ‘આરોગ્ય સેતુ’  એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું સુનિશ્ર્ચિત કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસફારોના સામાનને સેનેટાઇઝ કરવામાં આવશે. ટ્રેનમાં સરળ દવાઓ ઉપલબ્ધ થશે અને જો જરૂર પડે તો માંગ મુજબ નજીકના સ્ટેશન પર રેલ્વે ડોક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવશે. જો કોઇ મુસાફર બીમાર પડે છે, તો એક અલગ કમ્પાર્ટમેન્ટની વ્યવસ્થા રહેશે.

પિલગ્રીમ સ્પે. ટુરિસ્ટ ટ્રેન

પ્રવાસની વિગતોમુસાફરીની તારીખદર્શન સ્થળ
ઉત્તર દર્શન પિલગ્રીમ સ્પે.28 ઓગષ્ટ થી 5 સપ્ટેમ્બરઉજ્જૈન, મથુરા, હરિદ્વાર,ઋષિકેશ, અમૃતસર, વૈષ્ણોદેવી
સાઉથ દર્શન પિલગ્રીમ સ્પે.11 ડિસેમ્બર થી 22 ડિસેમ્બરરામેશ્ર્વરમ, મદુરાઇ, ક્ધયાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુવાયુર, તિરૂપતિ, મૈસુર
રામ જન્મભૂમિ સાથે છપૈયા પિલગ્રીમ સ્પે. ટુરિસ્ટ ટ્રેન25 ડિસેમ્બર થી 1 જાન્યુઆરીઅયોધ્યા, છપૈયા, વારાણસી (કાશી), પ્રયાગરાજ

ભારત દર્શન સ્પે. ટુરિસ્ટ ટ્રેન

પ્રવાસની વિગતોમુસાફરીની તારીખદર્શન સ્થળ
ગોવા સાથે મહાબળેશ્ર્વર26 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોબરશીરડી, નાસિક (શનિ સીગ્નાપુર), પુણે (મહાબળેશ્વર) ગોવા
સાઉથ દર્શન2 નવેમ્બર થી 13 નવેમ્બરરામેશ્ર્વરમ, મદુરાઇ, ક્ધયાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુવાયુર,તિરૂપતિ, મૈસુર
હરિહર ગંગે સ્પે. ટુરિસ્ટ ટ્રેન16 નવેમ્બર થી 27 નવેમ્બરપુરી, કોલકતા, ગયા, ગંગાસાગર, વારાણસી (કાશી),પ્રયાગરાજ, ઉજ્જૈન

વિવિધ સ્થળોએ હવાઇ મુસાફરીની યોજના

દેશમાં કોરોના વાયરસને કારણે લાગુ થયેલ લોકડાઉન પૂર્ણ થયા બાદ અને ફરીથી એરલાઇન્સને મંજુરી આપવામાં આવી છે, ત્યારબાદ આઇઆરસીટીસીએ વિવિધ સ્થળોએ હવાઇ મુસાફરીની યોજના શરૂ કરી છે. જે આગામી મહિનાના ઓગષ્ટ 2021 થી માર્ચ 2022માં અમદાવાદથી રવાના થશે. અને તમામ ટૂર પેકેજોમાં હવાઇ મુસાફરી તેમજ રાત્રિ રોકાણ માટે 3 સ્ટાર હોટલ અને પર્યટન સ્થળોએ મુસાફરી કરવા માટે એસી, નોન એસી ટ્રાન્સપોર્ટ સામેલ છે.

પ્રવાસની વિગતોપ્રવાસના દિવસોટુરિસ્ટ સ્થળ
લેહ લદાખની સાથે તુર્તુક6 રાત/ 7 દિવસલેહ-શામ વેલી- નુબ્રા-તુર્તુક-પેંગોંગ-લેહ
અંદમાન5 રાત/ 6 દિવસહૈવલોક, નીલ,પોર્ટ બ્લેર
કર્ણાટક5 રાત/6 દિવસબેંગ્લોર, મૈસુર, ઉટી
નોર્થ-ઇસ્ટ5 રાત/ 6 દિવસબાગડોગરા-ગંગટોક-દાર્જિલિંગ-સીલીગુરી-બાગડોગરા
સિમલા-મનાલી6 રાત/7 દિવસચંડીગઢ-સિમલા-મનાલી-ચંડીગઢ
કાશ્મિર5 રાત/6 દિવસશ્રીનગર-સોનમર્ગ-પહલગામ-ગુલમર્ગ
કેરળ5 રાત/6 દિવસકોચી, મુન્નાર, થેક્કડી, કુમારકોમ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.