Abtak Media Google News

ભાજપના મહામંત્રીની મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત 

જુનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરમાં સરકાર સંચાલિત કોવિડ હોસ્પિટલ શરૂ કરવા તેમજ રેમડેસિવીર ઇન્જેકશનની તંગી દૂર કરવા ભાજપના મહામંત્રી શૈલેષભાઇ દવેએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી રજુઆત કરી છે.

ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શૈલેષભાઇ દવેએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી જણાવાયું હતું કે, હાલ જુનાગઢ જીલ્લામાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે અને લોકો બમણા રૂપિયા ખર્ચી સારવાર લઈ રહ્યા છે ત્યારે શહેરમાં સરકાર સંચાલિત કોવિડ કેર  સેન્ટર (હોસ્પિટલ) ઉભી કરવાની તાત્કાલિક જરૂરિયાત છે. જે માટે ભવનાથમાં મનપાને સોંપાયેલ આરોગ્ય કેન્દ્રમાં અથવા મહાનગરમાં કોઇ પણ સ્થળે 100 જેટલા બેડની વ્યવથા વાળી હોસ્પિટલ બનાવવી જોઇએ.  તેમજ હાલ શહેરમાં કોરોનાની સારવારમાં અત્યંત જરૂરી  એવા રેમડેસિવીર ઇન્જેકશનની ભયંકર અછત છે. ત્યારે રેમડેસિવીરની અછત દૂર કરવાની આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.