Abtak Media Google News

પૂજય બાપુ વ્યાસપીઠના પ્રેમઘાટથી સત્ય, પ્રેમ અને કરૂણાની ત્રીવેણી સમાન રામકથા રૂપી ગંગાધારાનું કરોડો શ્રોતા અને આસ્વાદન કરાવશે

Whatsapp Image 2018 03 29 At 12.33.33 Pmઅસ્તિત્વની વ્યવસ્થારુપે સામાજીક, સાંસ્કૃતિક, આઘ્યાત્મિક અને ધાર્મિકક્ષેત્રના નવસર્જન માટે સમયાંતરે ચેતનાઓનું પ્રાકટય થતું રહે છે. વર્તમાન વિશ્ર્વના એવા જ એક જયોતિર્ધર પૂજય મોરારીબાપુ છે. પૂજય બાપુ પોતાની સહજ, સરળ, સાદગી અને સૌમ્યતાપૂર્ણ જીવનયાત્રામાં માનસકથાના માઘ્યમાંથી સમગ્ર રાષ્ટ્ર અને વિશ્ર્વમાં નવચેતનાનો સંચાર કરી રહ્યા છે. તેમના જીવન અને કવનથી સમાજને એક નવી અને સાચી દિશા મળી રહી છે. જન કલ્યાણ અને જગકલ્યાણ માટે તેમના દ્વારા જે પરિણામ દાયક પાવન અને ઉપકારક ઉપક્રમો આકાર પામ્યા છે. તે પૈકીનો એક ઉપક્રમ અસ્મિતાપર્વ છે. મહુવાના આંગણે માલણ નદીના કાંઠે સ્થિત કૈલાસ ગુરુકુલના પવિત્ર અને રમણિય પરિસરમાં આજથી ૩૧ માર્ચ દરમ્યાન ર૧ મા અસ્મિતા પર્વનું આયોજન થયું છે.

સંસ્કૃતિ, સાહિત્ય, સદભાવ, શિક્ષણ, સમરસતા, સાધના, સંશોધન અને સંવાદની સપ્તધારા રુપી ગંગાનું જયાંથી પ્રાકટય થાય છે એવા કૈલાસ  ગુરુકુલમાં હનુમાન જયંતિના ઉપલક્ષ્યમાં ગુજરાત અને ભારતના સમર્થ શબ્દ સાધકો, સાહિત્ય સર્જકો, કવિઓ, વિવેચકો અને સાહિત્ય પ્રેમીઓના પૂર્વ નિર્ધારિત વિષયો ઉપરના વકતવ્યો યોજાય છે. સાથો સાથ શ્રી હનુમંત વંદના માટે શાસ્ત્રી નૃત્ય, શાસ્ત્રી કંઠય અને વાદ્ય સંગીત માટે ટોચના કલાઘરો ચિત્રકુટ ધામ, તલગાજરડા આવીને પોતાની કલાના સાર્થકયને માણે છે અને પ્રમાણે છે.

પુજય બાપુ વ્યાસપીઠનાચ પે્રેમઘાટથી સત્ય, પ્રેમ અને કરુણાની ત્રિવેણી સમાન રામકથારૂપી ગંગધારાનું કરોડો શ્રોતાઓને આસ્વાદન કરાવે છે. એને શ્રવણ કરવાનો જે લ્હાવો છે. તેવો જ લ્હાવો અસ્મિતાપર્વ અને અન્ય ઉપક્રમોમાં પૂજય બાપુ એક શ્રોતા તરીકે ખૂદ અનુભવે છે. પૂજય બાપુની શ્રોતા તરીકેની તલ્લીનતા અદભુત છે. સામે ખ્યાતિ પ્રાપ્ત પ્રખર વકતા હોય કે નવ સર્જક હોય બન્નેને સરખા જ માન અને આદર સાથે તન્મયતાથી બાપુ સાંભળે છે, દાદ આપે છે અને હાથ ઉંચો કરીને પ્રસન્નતા વ્યકત કરે છે. કોઇપણ વકતા માટે આનાથી વધુ ધન્ય ઘડી કદાચ કોઇ ન હોઇ શકે.

ગુરુકુળની તપોભૂમિમાં પૂજફ બાપુની ઉ૫સ્થિતિમાં કૈંક વિશેષ પ્રેરણાદાયી, પરિણામદાયી અને પ્રભાવક શુભ સ્પંદનો અહીં સદૈવ અનુભવાય છે.

મૂળ તો શ્રી હનુમાનજી મહારાજની વંદના માટે યોજાતા આ ઉપક્રમમાં શબ્દ અને કલાના સાધકોની શ્રેષ્ઠતાને વંદન કરવાના ભાવથી પુજય બાપુ દ્વારા સમયાંતરે હનુમંત એવોર્ડ, કૈલાસ લલીત કલા એવોર્ડ, નટરાજ એવોર્ડ અને અવિનાશ વ્યાસ એવોર્ડ અર્પણ કરવાનું શરુ થયું. કાર્યક્રમના અંતિમ ચરણમાં પ્રતિવર્ષ કમીટી દ્વારા નકકી કરવામાં આવેલ કલાધરને પુજય બાપુના પાવન હસ્તે ચિત્રકુટ ધામ, તલગાજરડા ખાતે શ્રી હનુમાનજી સમક્ષ આ એવોર્ડ અર્પણ થાય છે. અંતમાં પૂજય બાપુના પ્રસન્નતાપૂર્ણ આશિર્વાદક પ્રવચન સાથે પર્વની પુર્ણાહુતિ થાય છે.

ર૧મા અસ્મિતાપર્વમાં પ્રસ્તુત થનાર પ્રત્યેક કાર્યક્રમનો સારરુપ સંક્ષીપ્ત સૌ અભિભાવકો અને રસીક વાચકોને પ્રીન્ટ મીડીયા અને સોશ્યલ મીડીયાના માઘ્યમથી મળી રહે એવો અમારો સંકલનકર્તાઓનો વિનમ્ર પ્રયાસ રહેશે.

E79D1C444Cf55Aa10042B2Ca344Bca19 Rk17 2 0 350 C 100

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.