રાજકોટ સત્સંગ સમાજ આયોજીત ભાગવત કથા પારાયણનો પ્રારંભ

rajkot
rajkot

વિદ્યાવાન વકતા સંતશ્રી સંગીતની સુરાવલી તેમજ વિડીયો પ્રેઝન્ટેશન સાથે કરાવશે કથાનું રસપાન

રાજકોટ સત્સંગ સમાજ દ્વારા તા.૨૪ થી ૩૦ દરમિયાન રાત્રે ૯ થી ૧૧:૩૦ કલાકે સોરઠીયા ગ્રાઉન્ડ, બાપાસીતારામ ચોક, મવડી મેઈન રોડ ખાતે શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના વકતા સંસ્કૃતાચાર્ય સત્શ્રી સંગીતની સુરાવલી તેમજ વિડીયો પ્રેઝન્ટેશન સાથે કથાનું રસપાન કરાવશે.

આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વાઈસ ચેરમેન રાજુભાઈ ધ્રુવ, ગુજરાત ગૌસેવા આયોગના ડો.વલ્લભ કથીરીયા, મેયર જૈમનભાઈ ઉપાધ્યાય તેમજ કેન્દ્રીય કાયદા સમિતિના મેમ્બર અભયભાઈ ભારદ્વાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ કથાના મુખ્ય યજમાન દામજીભાઈ અકબરી, શામજીભાઈ અકબરી, રામજીભાઈ અકબરી, પરસોતમભાઈ અકબરી, પરેશભાઈ અકબરી અને રજનીભાઈ અકબરી છે. આ પ્રસંગની વિગતવાર માહિતી આપવા પૂ.બાલકૃષ્ણદાસજી સ્વામી, પૂ.સર્વમંગલ સ્વામીજી, ડો.શાંતિલાલ એચ.વીરડિયા, સુરેશભાઈ રામાણી, અતુલભાઈ કાથરોટીયા, રાજેશભાઈ ત્રિવેદી સહિતનાઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.