Abtak Media Google News

દોઢ વર્ષ બાદ પહેલી વખત એક સાથે હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે સ્કૂલોમાં પહોંચ્યા

કોરોનાની બીજી લહેરનુ જોર ઘટી ગયા બાદ આજથી સ્કૂલોમાં ધો.9 થી 12ની પહેલી કસોટીનો પ્રારંભ થયો છે.લગભગ દોઢ વર્ષ બાદ પહેલી વખત એક સાથે હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે સ્કૂલોમાં પહોંચ્યા હતા.

અત્યારે સ્કૂલોમાં શિક્ષણ તો ચાલી જ રહ્યુ છે પણ સાથે સાથે ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ પણ હોવાથી માંડ 20 થી 30 ટકા વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઈને અભ્યાસ કરવાનુ પસંદ કરે છે.પણ પહેલી કસોટી માટે બોર્ડ  ઓનલાઈનનો વિકલ્પ અપાયો નથી. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં આવીને જ પરીક્ષા આપવાની હોવાથી પરીક્ષામાં લગભગ 100 ટકા હાજરી રહેશે અને પહેલી વખત સાચા  અર્થમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ચહલ પહલ દેખાઇ હતી.

સ્કૂલોમાં ધો.9 અને 11 તેમજ ધો.10 અને 12 એમ બે પાળીમાં પરીક્ષા લેવામાં આવી હતી.પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે રીતે બેઠક વ્યવસ્થા ગોઠવવા માટે ડીઈઓ કચેરી દ્વારા સૂચના આપવામાં આવી છે.ઉપરાંત 300 જેટલી સ્કૂલોએ પરીક્ષા માટે શિક્ષણ બોર્ડ દ્વારા સેટ કરાયેલા પેપરનો વિકલ્પ પસંદ કર્યો છે.મોટાભાગની સ્કૂલોમાં ગઈકાલે સાંજે જ પેપર પહોંચી ગયા હતા.બાકીની સ્કૂલોએ આજે સવારે પોતાના ગૂ્રપમાં નક્કી કરાયેલી સ્કૂલમાંથી પેપર  મેળવી લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.