વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી માટે સેલવાસમાં તૈયારીઓ શરૂ, જાણો ક્યા કાર્યક્રમો યોજાશે   

શિવભાણ સિંહ, સેલવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 17 જન્મ દિવસ છે. દર વર્ષે નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે ભાજપ દ્વારા અલગ-અલગ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે. ત્યારે દિવ-દમણ અને દાદરા નગર હવેલીમાં નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે યોજાનાર કાર્યક્રમ મુદે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક યુવા પ્રદેશ પ્રમુખ વિશાલ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. આ બેઠક  યુવા પ્રદેશ મહામંત્રી સૂર્યપ્રતાપ સિંહની અધ્યક્ષતામાં અટલ ભવન ખાતે સેલવાસની પ્રદેશ કાર્યાલય અટલ ભવન ખાતે યોજાઈ હતી.

બેઠકનો ઉદ્દેશ ભારતના લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દાદરા નગર હવેલી અને દમણ દીવ માં 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી “સેવા અને સમર્પણ અભિયાન” ઉજવવા પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલીના મહામંત્રી દમણ દીવ જીતુ ભાઈ માઢા, યુવા રાષ્ટ્રીય કારોબારીના સભ્ય સિદ્ધાર્થ શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિન પ્રસંગે પં. દીનદયાલજીના સપનાને સાકાર કરતા છેવાડાના વિસ્તારના લોકોને સરકારની અનેક જનકલ્યાણની યોજનાઓ સાથે જોડવાના આશયથી રક્તદાન કેમ્પ, આરોગ્ય શિબિર, રસીકરણ, દિવ્યાંગોને સહાય, રાશન વિતરણ, વૃક્ષારોપણ, નદી-તળાવ સફાઈ, પ્લાસ્ટિક હટાવો અભિયાન, બુથ લેવલ પોસકાર્ડ લખવાનું અભિયાન, નમો એપ ડાઉનલોડ, પોસ્ટકાર્ડ લખાણ જેવા બહુવિધ કાર્યક્રમો યોજાશે.

આ દિવસો દરમ્યાન લોકો સાથે સરકારના સુશાસન બાબતે ચર્ચા, સંવાદ અને પ્રદર્શની યોજાશે. દાદરા નગર હવેલી અને દમણ દીવ માં 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી “સેવા અને સમર્પણ અભિયાન” ઉજવવા પર ચર્ચા થઈ હતી.