Abtak Media Google News

યુવાનો જોબસિકર નહીં પરંતુ જોબ ગીયર બન્યાં 

સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કીંગમાં ગુજરાત 2019,2020 અને 2021માં સતત ત્રણ વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટ જાહેર થયું

અબતક,રાજકોટ

આપણો દેશ વિશ્વનો સૌથી યુવા દેશ છે. નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાન બનતાની સાથે જ દેશના યુવા ધનના ટેલેન્ટને પાંખો આપીને અવસરો પ્રદાન કરવા માટે દેશને મંત્ર આપ્યો સ્ટાર્ટ-અપ ઇન્ડિયા. તેમનો સ્ટાર્ટ અપ ઇન્ડિયા શરૂ કરવા પાછળનું લક્ષ્ય હતું કે દેશનો યુવાન માત્ર જોબ સિકર નહીં પરંતુ જોવ ગીવર બને અને આપણા યુવા ધનના ઇનોવેશનને પ્રોત્સાહન મળે. આજે તેમના પ્રયત્નોને કારણે યુનિકોર્ન સ્ટાર્ટ-અપની સંખ્યામાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાન પર આવ્યું છે. આજે ભારતના સ્ટાર્ટ-અપ દુનિયામાં વિજય પતાકા લહેરાવી રહ્યા છે. ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ બની ગયું છે, જેમાં 72,000 થી વધુ માન્ય સ્ટાર્ટ-અપ્સ અને 100 થી વધુ યુનિકોર્ન છે.

સ્ટાર્ટ-અપની સંખ્યામાં ભારત વિશ્ર્વમાં ત્રીજા સ્થાને:  72 હજારથી વધુ માન્ય સ્ટાર્ટઅપ અને 100થી વધુ યુનિકોર્ન

ગુજરાત સરકારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્ટાર્ટઅપના આહવાનને આવકારી વર્ષ 2015-16 માં સ્ટાર્ટ અપ પોલિસી બનાવીને સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી હતી. વળી, આપણે ગુજરાતી મૂળમાં જ ઉદ્યોગ સાહસિક અને તેમાં સરકારનો સપોર્ટ મળે ત્યારે આપણે પાછુ વળીને જરા પણ જોવાના ન હતાં. સ્ટાર્ટઅપ ઈન્ડિયા વેબસાઈટ અનુસાર ગુજરાતમાં 14,200 થી વધુ (6.70%) નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ છે. ગુજરાતમાંથી 180 થી વધુ ઇન્ક્યુબેટર/શૈક્ષણિક સંસ્થાઓનું વિશાળ નેટવર્ક હાલમાં ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સને સમર્થન આપી રહ્યું છે. આ પહેલોને કારણે, ગુજરાતે સ્ટાર્ટ-અપ ઈન્ડિયા કાર્યક્રમના સફળ અમલીકરણમાં ’પ્રાઈમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2017’ પણ મેળવ્યો છે

States Startup Ranking વર્ષ 2019, 2020 અને 2021માં સતત ત્રીજી વખત ’બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ તરીકે જાહેર થયું છે. સ્ટાર્ટઅપ્સમાં 150 થી વધુ સરકારી અધિકારીઓને સામેલ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલી સંવેદનશીલ પહેલ, તમામ રાજ્ય સમર્થિત ઇન્ક્યુબેટર્સમાંથી 100% તાલીમ, 300થી વધુ સંભવિત ખાનગી રોકાણકારોને સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપવા, સ્ટાર્ટઅપ્સને ફંડિંગ સપોર્ટ પૂરો પાડવા માટે વર્ષ માટે 2  ફંડ-સ્ટુડન્ટ ઇનોવેશન ફંડ અને GVFL સ્ટાર્ટઅપ ફંડ અને નાણાકીય સહાય દ્વારા સમર્થિત 160+ સ્ટાર્ટઅપ્સને કેન્દ્ર સરકાર દ્વારા “બેસ્ટ પ્રેક્ટિસિસ” તરીકે માન્યતા આપવામાં આવી છે.ગુજરાત સરકાર આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કામ કરી રહ્યા છે. આ માટે સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 શરૂ કરી છે.

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP )

ક્ષ SSIP  નો ઉદેશ્ય 2021 સુધી તમામ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં ઇનોવેશન અને પ્રિ-ઇંક્યુબેશનને લગતા એજન્ડાનું અમલીકરણ કરવું તથા ઇનોવેશનના માધ્યમ દ્વારા 1% સ્નાતકોને રોજગારી ઉત્પન્નકર્તા બનાવવાનો હતો. ઉપરાંત પ્રતિ વર્ષ ઓછામાં ઓછા 1000 વિદ્યાર્થીઓને ઇનોવેશન માટે સપોર્ટ પૂરો પાડવો, 5 વર્ષમાં 500 વિદ્યાર્થી સ્ટાર્ટ અપ્સને સપોર્ટ કરી વિકસિત કરવા અને પોલિસીના સમયગાળામાં રાજ્યની બધી યુનિવેર્સિટીઓ અને સંસ્થાઓમાં સંપૂર્ણ વિકસિત ઇનક્યૂબેટર્સ વિકસાવવાનો ઉદેશ્ય હતો.

ક્ષ SSIP  ના 5 વર્ષ (2017-2021)ના અમલીકરણના સમયગાળા દરમિયાન કુલ ગુજરાત સરકાર દ્વારા રૂ.95 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે. જેમાંથી વર્ષ 2017-18 માં રૂ. 8,85,40,473, વર્ષ 2018-19 માં રૂ. 2,50,60,560, વર્ષ 2019-20માં રૂ. 13,17,82,907, વર્ષ 2020-21 માં રૂ. 27,74,32,873 અને વર્ષ 2021-22 માં રૂ. 4,42,76,034 એમ કુલ રૂ. 56,70,92,847 નો ખર્ચ થયેલ છે.

SSIP  હેઠળ વર્ષ 2017થી અત્યારસુધી 1156 આઈ.પી.આર. (પેટન્ટ અને કોપીરાઇટ) ફાઇલ કરવામાં આવ્યા છે અને 2154થી વધુ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ સાથે જ 6513થી વધુ વિદ્યાર્થી ટીમોને પ્રોટોટાઈપ્સ વિકસાવવા માટે રૂ. 2 લાખની મર્યાદામાં ગ્રાન્ટ આપવામાં આવેલ છે.

આ ઉપરાંત, SSIP  પ્રશંસા અંતર્ગત વિવિધ સ્ટાર્ટઅપ્સ સને યુવા ઈનોવેટર્સને વર્ષ 2019 અને 2020માં વિવિધ કેટેગરીમાં રૂ.20 લાખથી વધુના કુલ 84 એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતા.

આ વર્ષની શરૂઆતમાં સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP -2.0) લોન્ચ કરવામાં આવી છે. આ નીતિમાં રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સક્રિય ઈનોવેશન અને ઈન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના માટેની જોગવાઈઓ છે. આ નીતિનો ઉદ્દેશ્ય 1,000 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને 10,000 ઇનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપ શાળાઓમાં 50 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવાનો છે.

આ નીતિનો હેતુ વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલા 10,000 પ્રૂફ ઓફ કોન્સેપ્ટ્સ અને પ્રોટોટાઈપ્સ તેમજ શાળાના બાળકો દ્વારા વિકસિત કરવામાં આવેલા 1,000  પ્રૂફ ઓફ કોન્સેપ્ટ્સને આર્થિક સહાયતા પૂરી પાડવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.