Abtak Media Google News

અબતક સાથે રજનીભાઇ બાવીસી (વિરાણી બહેરા મૂંગા શાળા ટ્રસ્ટના પ્રમુખ) અને પરાગભાઈ ઉદાણીએ (આર્કિટેક) જોડાયાને નવા પ્રોજેક્ટની ચર્ચા કરી

Bahera Muga 2

વિરાણી બહેરા મૂંગા શાળા ખુબ જુની સંસ્થા હોવાથી ટ્રસ્ટીઓ દ્વારા નવા બિલ્ડિંગનું નિર્માણ કરવા જઈ રહ્યા છે ત્યારે તે બિલ્ડીંગ કોર્પોરેટ બિલ્ડીંગ જેવું બનાવીને બાળકો અને પૂરતી વ્યવસ્થા મળી રહે અને ભવિષ્યમાં આગળ વધવા નાનાપુરા લાભ મળે તેવી વ્યવસ્થા કરતો નવો પ્રોજેક્ટ ઉપર વિગતવાર ચર્ચા અત્રે રજુ કરેલ છે.

પ્રશ્ન: બેરા મૂંગા શાળા ની શરૂઆત ક્યારે થઈ, કેવી રીતે થઈ અને ક્યાં થઇ?

જવાબ: રાજનીભાઈ બાવીસી- મધ્ય સૌરાષ્ટ્રમાં બહેરા મૂંગા શાળા શરૂ થઈ હતી, ઈ. સ.1960 થી 1964 સુધી રાષ્ટ્રીય શાળા માં સ્થપાઇ હતી. ક્યાં બાળકોને ભણાવવામાં આવતા અને તેના ખર્ચ પેટે ડો. પી.વી.દોશી ની દીકરી બહેરી મૂંગી હતી તો તે સમયે ટોટલ ખર્ચ અને શિક્ષકોનો પગાર તેમના દ્વારા આપવામાં આવતો હતો તેવા સમયે ટ્રસ્ટીમંડળ બનાવવાનું નક્કી કર્યું અને તે સમયે વિરાણી પરિવાર છગનલાલ સમજી વિરાણી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

રાજકોટમાં 5000 ની જમીન કોર્પોરેશનમાંથી ટોકન ભાવે મળી હતી જ્યાં ત્યારબાદ આ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો તેમાં સ્કૂલ ચાલુ કરી હતી અને ત્યાર પછી ખ્યાલ આવ્યો કે બહેરા મૂંગા બાળકો જે રાજકોટના ગામડાઓ તથા આજુબાજુના વિસ્તારોમાં રહેતા બાળકોના અભ્યાસનો વિચારીને પ્રગતિ કરવાનું શરૂ કરી દીધું. 1966માં પોસ્ટ કર્યું ત્યારબાદ તે વખતના ટ્રસ્ટીઓએ અથાગ મહેનત કરી અને 160 થી વધુ છોકરા-છોકરીઓને ભણતર માટે બિલ્ડીંગ બનાવેલું હતું અને બિલ્ડીંગ બનાવ્યા પછી હોસ્ટેલ બનાવવાનો વિચાર કર્યો હતો કેમ કે બહારગામથી આવતા છોકરા છોકરીઓને રહેવા તેમજ ભોજન વ્યવસ્થા માટેની વ્યવસ્થા કરવાનું વિચારી લીધું હતું.

પ્રશ્ન: 1960માં શરૂઆત કરી ત્યારે કેટલી સંખ્યા હતી અને અત્યારે શું પરિસ્થિતિ છે?

જવાબ: રજનીભાઇ બાવીસી- શરૂઆતમાં ત્રણ બાળકો થી પાંચ બાળકો હતા જે રાષ્ટ્રીય શાળાના એક જ ઓરડામાં અભ્યાસ કરતા હતા અને બેરા મૂંગા ને ખાસ રીતે ભણાવી શકે તે માટે અમદાવાદથી શિક્ષકો લાવવામાં આવ્યા હતા અને અત્યારે એજ્યુકેશન સાથે વ્યવસાયલક્ષી તાલીમ આપતા છોકરા છોકરીઓ પ્રગતિ કરે તે હેતુસર પગલા લેવામાં આવ્યા છે.

રજનીભાઈ સંસ્થા સાથે છેલ્લા 30 વર્ષથી જોડાયેલા છે અને નિ:સ્વાર્થ ભાવે તેવો સેવા કરી રહ્યા છે. લોકોની બાળકો પ્રત્યે સહાનુભૂતિ હોવાથી કંઈકને કંઈક સહાય કરતા હોય છે અને ટ્રસ્ટ અને સહયોગ આપતા હોય છે.

નવા પ્રોજેક્ટ મુજબ દાતાઓ એ લાવવાના હોય છે કેમકે ટ્રસ્ટમાં ફંડ હોતું નથી પણ લાગુ પડે છે તેને માટે નવા પ્રોજેક્ટ માં આશરે 10 કરોડ જેવો ખર્ચ લાગે તેમ છે, જેમાં સમાજમાં લોકોએ સહકાર આપે તેવી અપેક્ષાથી પ્રોજેકટમાં પૂરો સહકાર મળશે. નવા પ્રોજેક્ટ અંતર્ગત નવા પ્રોજેક્ટ અંતર્ગત આર્કિટેક સાથે અને કોન્ટ્રાક્ટર સાથે મીટીંગ કર્યા પછી જાણવામાં આવ્યું કે દોઢથી બે વર્ષ જેવું પ્રોજેક્ટ પૂર્ણ થતાં થશે.

પ્રશ્ન: વિરાણી બહેરા મૂંગા શાળામા જે નુતનીકરણ થવાનું છે, તો કોર્પોરેટ હાઉસ જેવું બિલ્ડીંગ થવાનું છે તો કઈ કઈ સુવિધા હશે?

જવાબ: પરાગભાઈ ઉદાણી- સંસ્થા 60 વર્ષ જૂની છે જેમાં પી.વી.દોશી ના પૂરેપૂરા સહકારથી આગળ વધી છે અને અત્યારે બિલ્ડીંગ જૂના થઈ ગયા છે તેમજ જર્જરિત થઇ ગયા છે જેમાં રીપેરીંગ કે રિનોવેશન માંગે છે ત્યારે બધા ટ્રસ્ટીઓ અને મેમ્બરોએ વિચાર્યું કે સંપૂર્ણ નવા પ્રોજેક્ટ બનાવીએ તો આગલા 50 વર્ષ સુધી આ કેમ્પસનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીએ તો બાળકો પૂરો લાભ લઇ શકે.

મુખ્ય ભાગ પાડ્યા તો પહેલા સ્કૂલ છે પછી હોસ્ટેલ છે તેમજ જમવા માટે નું કિચન છે અને પ્રાર્થના માટે પ્રાર્થના સભા હોલ બનાવવાનો છે જેમાં સ્કૂલના બાળકો પ્રોગ્રામ માટે ઉપયોગ કરી શકે અને આજુબાજુના વિસ્તારના લોકો એ પ્રસંગ માટે પણ ઉપયોગ કરી શકે અને એ વોલનો સંપૂર્ણ લાભ બાળકો લઇ શકે તે હેતુ છે.

પ્રશ્ન: સંસ્થામાં ઘણા બધા વૃક્ષો છે તો તે કાઢી નાખ જો કે રાખશો?

જવાબ: પરાગભાઈ ઉદાણી- વૃક્ષોએ આપણી ધરોહર છે સંસ્થામાં વૃક્ષોએ ખૂબ જૂના છે અને તેનું છેદન કરવાનું રહેશે નહીં, આ પ્રોજેક્ટ ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે કે તેમાં ઓછામાં ઓછા બે વૃક્ષો કાપવા પડશે પરંતુ તે પણ ન કરવા પડે તેનું ધ્યાન રાખવામાં આવશે બીજા વૃક્ષો છે તે રિટેઇન કરેલા છે. વૃક્ષની નીચે બાળકો ટાઈમ માં આનંદ માણી રહ્યા છે અને એ લોકોની જરૂર છે એ જાળવી રાખશુ.

બાળકો અને શિક્ષકો કરતા પણ જુના છે એ આ વૃક્ષો છે અને તે અને તેની રખેવાળ કે અહીંયા ના માલિકો કરી શકીએ અને આપણે મળેલી ધરોહર એ સાચવી અને આવનારી પેઢી માટે પણ ધર્મ મુકતા જઈએ તે મહત્વનું છે.

ગ્રીન બિલ્ડીંગનો જે રેન્કિંગ આવે છે તે લેવા નથી માગતા પરંતુ આર્કિટેક નો પ્રયાસ જ એ પ્રકારનો છે કે મકાન કે બિલ્ડીંગનો યુઝર એ તેમના કમ્ફર્ટેબલ જોન માં રહે અને તે સારી રીતે ઉપયોગ કરી શકે તે હેતુ હોય છે. સામાન્ય રીતે આ પ્રોજેક્ટ દોઢ વર્ષની આસપાસ પૂરો થઈ જશે અને બાળકોને નો કેમ્પસ નો પુરો આનંદ મળી શકે તેવા પ્રયાસો છે.

પ્રશ્ન: શાળાની નવી ઇમારત કે બિલ્ડિંગ એ કયા પ્રકારનું હશે?

જવાબ: પરાગભાઈ ઉદાણી- આશરે 6000વાર જગ્યામાં આશરે 40થી 42 હજાર સ્ક્વેર ફૂટનો કંસ્ટ્રકશન થવાનું છે જેમાં ભોજન અને ગર્લ્સ હોસ્ટેલ અલગ અલગ આવશે જેમાં સ્કૂલ બિલ્ડીંગ છે પ્રાઈમરી અને સેક્ધડરી જેમાં 16 શોરૂમ આવે છે અને તેમાં 64 છોકરાઓ રહી શકશે તેમાં ટી.વી. રૂમ, ડાઇનિંગ રૂમએ અલગ અલગ હશે અને અત્યાર સુધીના મકાન ગ્રાઉન્ડ પ્લસ વનના મકાન છે જેમાં વધુ જમીનની જરૂર પડે, પરંતુ એના કરતાં ગ્રાઉન્ડ પ્લસ 2ના બિલ્ડિંગ કરવાના છે જેમાં ઓછી જગ્યામાં વધુ બાંધકામ થઈ શકે.

ડેફ એન્ડ ડમ્પ યુનિવર્સિટીના ઘણા વિડિયો અને બાબતો જાણવા મળી હતી જેમાં તેઓ અલગ-અલગ પ્રકારના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કરતા હોય છે અને આ એક ઊંડો અભ્યાસ છે જેમાં ઘણા બધા ની ટીમ હોય અને પછી અભ્યાસ થઈ શકે છે એક નાની સંસ્થા માટે શક્ય ન બને અને અભ્યાસમાં ઇએનટી સર્જન હોય સાયકોલોજી હોય, સોશ્યોલોજિસ્ટ હોય વગેરે નાની સંસ્થામા શક્ય નથી.

ડિઝાઇન કરવાનો સમય આપ્યો એના કરતાં રિસર્ચમાં સમય થઈ ગયો છે કેમકે પ્રોજેક્ટની ડિમાન્ડ જ એ પ્રમાણેની હતી જેમાં નાની સ્કૂલમાં વિચાર કરવાનો જરૂર ન પડે પરંતુ આ પ્રથમ વખત ની તક છે કે જેમાં કેસ સ્ટડી અને રેફરન્સ ની જરૂર પડે અને ઇન્ડિયામાં જેને ખૂબ સારી સ્કૂલ કહી શકાય તેવી આ ઈન્સ્ટિટ્યૂટ બનવા જઈ રહી છે.

પ્રશ્ન: આ સંસ્થા બનાવવા માટેની પ્રેરણા કઈ રીતે મળી?

જવાબ: પરાગભાઈ ઉદાણી- સંસ્થામાં ઘણા બધા જુના વૃક્ષો છે જે સંસ્થા બની એ પહેલાં આ પણ છે તે આ સંસ્થાના માટે ધરોહર છે. આ પ્રોજેક્ટમાં લેન્ડસ્કેપ તૈયાર છે. પરંતુ વૃક્ષોનું છેદન કર્યા વિના અલગ લેન્ડસ્કેપ નો ઉપયોગ કરશો અને આ પ્રમાણે ડિઝાઇન તૈયાર કરવાનો વિચાર કરેલો છે અને સંપૂર્ણ પ્રોજેક્ટર ઝાડને સેન્ટરમાં રાખી અને વૃક્ષ છેદન ના થાય તે રીતનો પ્રયાસ કરેલો છે.

દરેક વ્યક્તિને આંખ અને કાન એ તેમના શરીરમાં સેન્સ હોય છે, જેમાં એક સરસ કામ કરતું નથી તથા સુમિત રીતે કામ કરે છે આ માટે તે લોકો જુએ છે ત્યાં અનુભવ કરે છે, તે રીતે શીખે છે, તેઓ જે બંધારણ મકાન કે બિલ્ડિંગમાં હોય અથવા તો તે ખુલ્લી જગ્યા માં બેસે તો તે બધું શીખી શકે છે. બપોરે જોઈ શકે માટે મકાન ટ્રાન્સફર હોવું જરૂરી છે, અને બિલ્ડિંગમાં એક જગ્યા પર ઊભા રહીને ઘણું બધું જોઈ શકતા હોવા જોઈએ, અને કેમ્પસ કે સ્કૂલમાં પણ ઘણા બધા ખુલ્લા વાતાવરણમાં હોવા જોઈએ જેનાથી તે બાળકો માટે નેચરલ લાઈફ જીવી શકે દેવીપુજક હોવી જોઈએ છે પ્રોજેક્ટ માં આવરી લેવામાં આવી છે તે લોકોની શીખવાની સેન્સ છે, તેમ આંખ જેટલી ઓછી થાકે તેમ વધારે તે ગ્રહણ કરી શકે માટે આંખને સપોર્ટ મળે તે રીતે કલર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાખેલું હોવું જોઈએ. કેમ્પસની સિક્યુરિટી હોવી જરૂરી છે અને 11 કે 12માં ધોરણમાં પ્રાઈવેસી પણ હોવી જરૂરી બને છે જેના પ્રોજેક્ટ આવરી લેવામાં આવ્યું છે.0

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.