Abtak Media Google News

આજથી ૩૦ દિવસ સુધી ઓનલાઇન નોંધણી થશે

મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે આજથી ઓનલાઇન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ખેડુતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી સરકાર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરનાર છે જે માટે આજથી ૩૦ દિવસ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશનની કામગીરી થશે. રાજકોટ શહેરના જુના માર્કેટીંગ યાર્ડ ખાતે રાજકોટ, પડધરી અને લોધીકાના ખેડુતોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન તો ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકાના ખેડુતો ઓનલાઇન નોંધણી કરાવી શકશે.

આ વર્ષે સરકારે મગફળીનો ટેકાનો ભાવ રૂ ૧૦૧૮ જાહેર કર્યો છે. જે ગત વર્ષની સરખામણીમાં રૂ ૧૮ વધારે છે. દુરના ગામડાઓના ખેડુતોને તાલુકા મથક સુધી જવું ન પડે તે માટે અમુક ગ્રામ પંચાયત કચેરીમાં વીલેજ કમ્પ્યુટર સેન્ટર ખાતે નોંધણી કરાવવાની વ્યવસ્થા ગોઠવી છે.

રાજકોટ જીલ્લાના માર્કેટીંગ યાર્ડમાં ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા સવારે ૯ થી સાંજના પ વાગ્યા સુધી કરવામાં આવશે રાજકોટ જીલ્લાના કુલ ૬૦૦ ગામો વચ્ચે ર૦૦ વીલેજ કમ્પ્યુટર સેન્ટરની વ્યવસ્થાન ગોઠવાઇ છે જેથી દુરના ગામડાઓના ખેડુત તાલુકા મથક સુધી ન જઇ નજીના ગ્રામ પંચાયતના વીલેજ કમ્પ્યુટર સેન્ટર ખાતે નોંધણી કરાવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.