Abtak Media Google News

અબતક,રાજકોટ

ગુજરાતમાં સત્તા પરિવર્તન થયા બાદ આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પ્રથમ વખત સૌરાષ્ટ્રના પાટનગર અને પૂર્વ સી.એમ.વિજયભાઈ રૂપાણીના હોમ ટાઉન રાજકોટની મૂલાકાતે આવ્યા છે. શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા એરપોર્ટ પર સી.આર. પાટીલનું જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું છે. પક્ષના સુકાનીને ફૂલડે વધાવવામાં આવ્યા હતા આજે રાજકોટની 7 કલાકની મૂલાકાત દરમિયાન પાટીલ અલગ અલગ ચાર કાર્યક્રમોમાં હાજરી આપશે. દરમિયાન સાંજે જામનગર ખાતે અલગ અલગ બે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી કાર્યકરોનો ઉત્સાહ વધારશે.

સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે સ્નેહ મિલન; એનજીઓ સાથે મિટીંગ: ભાજપના આગેવાનો સાથે મેરેથોન મીટીંગ: બ્રહ્મ સમાજના દિક્ષાંત સમારોહમાં હાજર રહેશે: સાંજે જામનગરમાં બે કાર્યક્રમો

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું આજે સવારે રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થતા શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પક્ષના સફળ સુકાનીના હોંશભેર વધામણા કર્યા હતા. બેન્ડ, સુરાવલી, ઢોલ-નગારા, ડી.જે., આતશબાજી, ફૂલોની પાંખડીઓનાં વરસાદ કરવામાં આવ્યો હતો. તમામ વોર્ડના પ્રમુખ, મહામંત્રી, પ્રભારી, વિવિધ મોરચાના હોદેદારો, સેલનાં સંયોજકો, કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેટરો શિક્ષણ સમિતિના સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એરપોર્ટ ખાતે ઉમટી પડયા હતા.

Img 20211120 Wa0118

એરપોર્ટ પરથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીધ્ધા જ સરકિટ હાઉસ ખાતે પહોચ્યા હતા જયાં તેઓએ પત્રકાર મિલન કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોચ્યા હતા જયાં તેઓએ મીડિયા જગતના પ્રતિનિધિઓને નવા વર્ષની શૂભકામના પાઠવી હતી અને વિવિધ મૂદાઓ પર ચર્ચા કરી હતી.

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા દ્વારા શહેરના યાજ્ઞિક રોડ સ્થિત હોટલ ઈમ્પિરિયલપેલેસ ખાતે બપોરે 1 થી 2 દરમિયાન એનજીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજરી આપી હતી અને સેવાકીય સંસ્થાઓનાં સારથીઓ સાથે અલગ અલગ મૂદાઓ પર ચર્ચા કરી હતી. કોરોના કાળ અને લોકડાઉનમાં સેવા જગત દ્વારા કરવામાં આવેલી સેવાની પણ સરાહના કરાય હતી.

Img 20211120 Wa0128

દરમિયાન બપોરે 3 થી 4 કલાક દરમિયાન શહેરના ટાગોર રોડ સ્થિત હેમુ ગઢવી હોલના મીની થીયેટર ખાતે ભાજપના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પણ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને પાર્ટીના આગામી કાર્યક્રમો તથા સંગઠનને વધુ મજબુત બનાવવા માટે આગેવાનો અને કાર્યકરોને માર્ગદશન આપ્યું હતુ.સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા આજે જરૂરિયાત મંદ બાળકો માટે દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

Img 20211120 Wa0116

જેમાં પણ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આજે સાત કલાક દરમિયાન રાજકોટની મૂલાકાતમાં સી.આર. પાટીલે અલગ અલગ ચાર કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સાંજે તેઓ જામનગર જવા રવાના થશે. જામનગરના ટાઉન હોલ ખાતે યોજાનારા 71 ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રીઓના આવાસનું ખાતમૂહૂર્ત કાલાવડ તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ કાર્યક્રમ તથા જામનગરમાં ભાજપના સ્નેહમિલનમાં હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.