Abtak Media Google News

સાયલા ખાતે સોલાર લાઈટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

સાયલા ખાતે વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં રૂપિયા 33 લાખથી વધુના ખર્ચે બનેલ સોલાર લાઈટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સોલાર લાઇટ આપવા બદલ ન્યારા કંપનીને અભિનંદન પાઠવતા મંત્રીએ જણાવ્યું હતું કે, સોલાર લાઇટ મળવાથી સાયલા ગ્રામજનોની વીજળીની  સુવિધામાં વધારો થશે.

1656301621509

મંત્રીએ રાજ્ય સરકારની યોજનાઓ વિશે વાત કરતા જણાવ્યું કે, ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી રાજ્ય સરકારે સાચા લાભાર્થીઓને હાથો હાથ લાભો અપાવ્યા છે તેમજ ગામડાઓમાં દરેકના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી નલ સે જલ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે મિશન મંગલમ યોજના થકી ગામડાઓમાં સખી મંડળોની રચના કરી આર્થિક પ્રવૃત્તિઓ સાથે મહિલાઓને જોડીને રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સાયલામાં રૂપિયા 33.24 લાખના ખર્ચે 7 સોલાર ઇંશલવ ળફતિં , 43 સોલાર કઊઉ સ્ટ્રીટ લાઈટ, 70 અઈ કઊઉ સ્ટ્રીટ લાઈટ પૂરી પાડવામાં આવી છે

કાર્યક્રમ અગાઉ મંત્રી એ પ્રધાનમંત્રીનો ‘મન કી બાત’ કાર્યક્રમનો 90મો એપિસોડ નિહાળ્યો હતો. આ તકે ન્યારા કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ દિપક અરોરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.આ કાર્યક્રમમાં ન્યારા કંપનીના સલાહકાર  હાલાણી, દેવાંગ બારોટ તેમજ અગ્રણીઓ સર્વ  રાજભા ઝાલા, સુરીંગભાઈ ધાંધલ, મેરૂભાઈ ખાચર કાળુભાઈ કાલીયા, ડાયાભાઈ  જીડિયા, ભાવેશભાઈ મકવાણા અને ભરતભાઈ સોનાગરા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.