Abtak Media Google News

નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિનભાઇ પટેલે નાણા વિભાગની રૂ.૫૮૦૭૪ ની અંદાજપત્રીય માંગણીઓ રજુ કરતાં કહયું કે, આ વર્ષનું અંદાજપત્ર રૂ.૨,૦૪,૮૧૫ કરોડનું છે કે જેમાં  ૨૮૫ કરોડની એકંદર પુરાંત તથા રૂ.૨૮૭૪ કરોડની મહેસૂલી પુરાંત દર્શાવાઇ છે તેમાં વિકાસલક્ષી ખર્ચ ૫૫ % ની ફાળવણી માત્ર સામાજીક સેવાઓ માટે કરાઇ છે. રાજ્યનું દેવુ નિયમ અનુસારની મર્યાદામાં રહે છે.

રાજ્ય સરકારની નીતિના પરિણામે જી.એસ.ડી.પી.ની સાપેક્ષમાં દેવાનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતુ રહ્યું છે. રાજ્ય સરકારે દેવાની ચુકવણીમાં ક્યારેય ચૂકી નથી. રાજ્ય સરકારના નાણાકીય શિસ્તના પરિણામે દેવુ, રાજ્યનું એકંદરે ઘરગથ્થુ ઉત્પાદન તથા જાહેર દેવા પર વ્યાજની ચુકવણી સામે મહેસૂલી આવકનું પ્રમાણ સારી રીતે જળવાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.