Abtak Media Google News

રાજકોટમાં પાંચમાં પં. દીનદયાળ જનઔષધિ કેન્દ્રનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્દઘાટન

દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત ઇ રહેલા પંડિત દીનદયાળ જનઔષધિ કેન્દ્ર એટલે કે જેનરિક દવાના સ્ટોરનો રાજકોટ શહેરમાં વ્યાપ વધ્યો છે. શહેરના હાર્દસમા યુનિવર્સિટી રોડ ઉપર પંચાયત ચોક આગળ જીવનશાંતિ સ્કૂલ નીચે નવા પંડિત દીનદયાળજનઔષધિ કેન્દ્રનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ  ઉદ્દઘાટન કર્યું હતું.

શહેરની સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત પંડિત દીનદયાળ જનઔષધિ કેન્દ્ર બાદ આ લોકભાગીદારીી ચલાવવામાં આવતો આ પાંચમો સ્ટોર છે. રાજકોટ શહેરના બન્ને ઝોનમાં આ પ્રકારની સેવાઓ શરૂ ઇ ગઇ છે. વિશેષ બાબત એ છે કે બજારમાં ખાનગી મેડિકલ સ્ટોરમાં મળતી ઉંચા મૂલ્યની દવાઓ અહિં ૭૦ ટકા સુધી ઓછા ભાવે, સરળતાી પ્રાપ્ય બની રહી છે. રોજબરોજ દવાઓનું સેવન કરતા દર્દીઓ માટે તો પંડિત દીનદયાળ જનઔષધિ કેન્દ્ર આશીર્વાદરૂપ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ પૂર્વે નિર્ધાર વ્યક્ત કરી ચૂક્યા છે કે રાજ્યના તમામ તાલુકા મકોમાં ઓછામાં ઓછું એક પંડિત દીનદયાળ જનઔષધિ કેન્દ્ર ખોલવામાં આવશે. ટૂંકા સમયગાળા દરમિયાન ૨૫૦ પંડિત દીનદયાળ જનઔષધિ કેન્દ્ર શરૂ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

મુખ્યમંત્રીએ યુનિવર્સિટી રોડ પરના પંડિત દીનદયાળ જનઔષધિ કેન્દ્રના ઉદ્દઘાટન કરી મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય પાસેી સ્ટોર્સની વિગતો મેળવી હતી. મેયર સો વિભાગીય આરોગ્ય નાયબ નિયામક ડો. મહેતાએ વિગતો પૂરી પાડી હતી. આ વેળાએ સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ઉપમેયર ડો. દર્શિતાબેન શાહ, ચેરમેન  ધનસુખભાઇ ભંડેરી તા  રાજુભાઇ ધ્રુવ, શહેર ભાજપ પ્રમુખ  કમલેશભાઇ મિરાણી, અગ્રણી  નીતિનભાઇ ભારદ્વાજ સહિત અધિકારીઓ ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.