Abtak Media Google News
  • આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની દિશામાં સરકારનું મહત્વનું પગલુ
  • ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ જાહેર કરતા મુખ્યમંત્રી : એમએસએમઇ, લાર્જ અને મેગા આ ત્રણેય કેટેગરીના ઉદ્યોગોને મળશે પ્રોત્સાહન-સહાયના વિવિધ લાભ
  • યોજનાને પરિણામે આગામી દિવસોમાં રૂ. 1ર.પ0 લાખ કરોડના રોકાણ અને 1પ લાખ જેટલા વિશાળ રોજગાર અવસર સાથે ગુજરાત અગ્રેસર રહેશે

ગુજરાત સરકારે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા એક મહત્વપૂર્ણ યોજના-સ્કીમ જાહેર કરી છે. ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની આ ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ રાજ્યમંત્રીજગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં જાહેર કરી હતી.

મુખ્યમંત્રીએ આ મહત્વાકાંક્ષી યોજના અંગેની વિસ્તૃત વિગતો આપતાં કહ્યું કે, ગુજરાત ઊદ્યમીતા અને ઉદ્યોગ સાહસિકતાની ભૂમિ છે. દેશનું મેન્યૂફેકચરીંગ હબ છે. ગુજરાત આવી અપાર ક્ષમતાઓને પરિણામે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત વિઝનને સાકાર કરવામાં આત્મનિર્ભર ગુજરાતથી લીડ લેવા સજ્જ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, આ વિઝનને પાર પાડવા આવનારા વર્ષોમાં દેશમાં વ્યૂહાત્મક અને થ્રસ્ટ એરિયાના ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રીઝને જે વિશેષ સહાય-મદદ આવશ્યક છે તે પુરી પાડવામાં આ સ્કીમ્સ ઉપયુકત બનશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોપ-ર6 સમિટમાં પંચામૃતનો વિચાર આપ્યો છે. આ વિચારને સુસંગત રહીને ઉદ્યોગોને કલીનર મેન્યૂફેકચરીંગ પ્રેક્ટીસીસ અને ડી કાર્બનાઇઝેશન ઇનીશ્યેટીવ અપનાવી વિશ્વ સાથે સ્પર્ધામાં ઊભા રહેવા માટે પ્રોત્સાહિત કરવા પણ આ સ્કીમ્સ જરૂરી છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

આ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર ઇન્સેટીવ્ઝ ટૂ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્ય સરકારે ઉદ્યોગ સાહસિકોની ઊદ્યમીતા અને તેમની અપેક્ષાઓ, તેમના રોકાણના જોખમો ઓછા કરી વધુ પ્રોત્સાહન આપવાનો ધ્યેય રાખ્યો છે એમ પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

આ સ્કીમ્સ રાજ્યમાં ઊદ્યમીતા-ઉદ્યોગ સાહસિકતા માટે નવું વાતાવરણ સર્જવા સાથે યુવા સાહસિકોને ઇનોવેશન દ્વારા જોબ ક્રિએટર બનવા માટે પ્રેરિત કરશે અને વિશાળ સંખ્યામાં ક્વોલિટી જોબ ઓર્પોચ્યુનિટી ઊભી થશે. એટલું જ નહિ, એમએસએમઇ, લાર્જ અને મેગા એન્ટરપ્રાઇઝીઝને મળનારા એમ્પ્લોયમેન્ટ લીન્કડ ઇન્સેટીવ્ઝથી રાજ્યમાં ઇન્ડસ્ટ્રીયલ વર્કફોર્સ તૈયાર કરવામાં પણ ગતિ આવશે.

આ ઉપરાંત રાજ્યમાં ન્યૂ મેન્યૂફેકચરીંગ સેક્ટરનો વિકાસ થવાથી તેને આનુષાંગિક નાના-મોટા ઉદ્યોગોની એક આખી ઇકોસિસ્ટમ ઊભી થશે જે મેન્યૂફેકચરીંગ સેક્ટરમાં ગ્લોબલ એક્ઝામ્પલ બની રહેશે.

ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, દેશના મેન્યૂફેકચરીંગ આઉટપૂટમાં સૌથી વધુ યોગદાન ગુજરાતના 33 લાખ જેટલા એમએસએમઇ નું છે. આ ઉદ્યોગ સાહસિકોની પ્રેરક ઊદ્યમીતાને પરિણામે દેશ અને દુનિયાની બજારને અનુરૂપ ઉત્પાદનો અને સેવાઓનું વિશાળ ફલક રાજ્યમાં વિસ્તર્યુ છે. ગુજરાત કેટલાક કી સેક્ટર્સમાં નેશનલ લીડર્સ તરીકે પ્રસ્થાપિત થયું છે તેમજ ઉદ્યોગો માટે રોકાણનું શ્રેષ્ઠ પસંદગીનું સ્થળ બન્યું છે.  એટલું જ નહિ, નિકાસમાં પણ ગુજરાત દેશભરમાં અગ્રેસર છે.

એમએસએમઇને મળનારા લાભો

– નેટ એસ.જી.એસ.ટી. રિએમ્બર્સમેન્ટ પેટે ઉદ્યોગોને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના 75 ટકા સુધી 10 વર્ષ સુધી મળશે.

– માઈક્રો ઈન્ડસ્ટ્રીઝ માટે 35 લાખ રૂપિયા સુધીની કેપિટલ સબસિડી

– એમ.એસ.એમ.ઈ. માટે 7 વર્ષ સુધી 35 લાખ રૂપિયા સુધીની વાર્ષિક વ્યાજ સબસિડી

– 10વર્ષ માટે ઈ.પી.એફ. રિએમ્બર્સમેન્ટ

– 5 વર્ષ માટે વીજડ્યુટીમાંથી મુક્તિ

– મહિલાઓ, યુવાનો, અને દિવ્યાંગ ઉદ્યોગસાહસિકો માટે વધારાના ઈન્સેન્ટિવ્ઝ

લાર્જ ઇન્ડસ્ટ્રીઝને મળનારા લાભો

– મેન્યૂફેકચરીંગના વૈશ્વિક પ્રવાહો પ્રમાણે 9 થ્રસ્ટ સેક્ટર(22 સબ-સેક્ટર)ને મુખ્ય મેન્યૂફેકચરીંગ સેક્ટર તરીકે ઓળખવામાં આવ્યા છે.

– મોટા ઉદ્યોગોને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના 12 ટકા સુધીની કુલ વ્યાજ સબસિડી

– 10 વર્ષ માટે ઈ.પી.એફ. રીએમ્બર્સમેન્ટ

– નેટ એસ.જી.એસ.ટી. રિએમ્બર્સમેન્ટ પેટે ઉદ્યોગોને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના 75 ટકા સુધી 10 વર્ષ સુધી મળશે.

– 5 વર્ષ માટે વીજડ્યુટીમાંથી મુક્તિ

મેગા ઇન્ડસ્ટ્રીઝને મળનારા લાભો

– આવી ઈન્ડસ્ટ્રીઝ માટે મેન્યૂફેકચરીંગના વૈશ્વિક પ્રવાહો પ્રમાણે 10 થ્રસ્ટ સેક્ટર(23 સબ-સેક્ટર)ને મુખ્ય મેન્યૂફેકચરીંગ સેક્ટર તરીકે ઓળખવામાં આવ્યા છે.

– રૂ. 2500 કરોડથી વધુનું રોકાણ ધરાવતા અને 2500થી વધુ લોકોને રોજગારી પૂરી પાડતા ઈન્ડસ્ટ્રીયલ યુનિટ્સને આ સ્કીમ હેઠળ વિશેષ ઈન્સેન્ટિવ્ઝ આપવામાં આવશે.

– ઇન્ડસ્ટ્રીઝને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના 12 ટકા સુધીની કુલ વ્યાજ સબસિડી

10 વર્ષ માટે ઈ.પી.એફ. રિએમ્બર્સમેન્ટ

– નેટ એસ.જી.એસ.ટી. રિએમ્બર્સમેન્ટ પેટે ઉદ્યોગોને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના 18 ટકા સુધી 20 વર્ષ સુધી મળશે.

– પ્રોજેક્ટ માટે ખરીદવામાં આવેલી કે લીઝ માટેની જમીનને સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ચાર્જમાંથી 100 ટકા માફી

– 5 વર્ષ માટે ઇલેકટ્રીસિટી ડયૂટીથી મુકિત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.