Abtak Media Google News
  • બોગસ બિલ લેનાર લોકોની પણ યાદી સ્ટેટ GST દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે
  • 200 થી વધુ પેઢીઓને સ્ટેટ GST દ્વારા નોટિસ ફટકારાઈ

કર ચોરો ઉપર તવાય બોલાવવા આવકવેરા વિભાગ અને જીએસટી સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી રહ્યું છે. ત્યારે ભાવનગરમાં જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેનું કનેક્શન રાજ્ય સહિત 11 અન્ય રાજ્યોમાં પણ ખુલ્યું છે અને સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા એ રાજ્યોમાં 200થી વધુ પેઢીઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે.

ગુજરાતમાંથી 98 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હોવાનું બહાર આવ્યું છે. જેના પગલે બોગસ પેઢીઓ પાસેથી બિલો મેળવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટની તપાસ માટે નોટિસ પાઠવાઈ હતી.  સ્ટેટ જીએસટી વિભાગે રાજ્યભરમાં સાગમટે દરોડા પાડીને બોગસ બિલિંગના કરોડોના વ્યવહારોનોં કોભાંડને ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન મળેલા વ્યવહારોના આધારે તપાસ કરતા કૌભાંડના તાર 11 રાજ્યો સુધી પહોંચ્યા છે. જેને લઇને જીએસટી ડિપાર્ટમેન્ટે બોગસ પેઢીઓ પાસેથી બિલ મેળવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિતની તપાસ માટે નોટીસ પાઠવી છે.

સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ડિપાર્ટમેન્ટે બોગસ બિલ બનાવી આચરવામાં આવતા કૌભાંડીઓ પર રાજ્યભરમાં સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં કરોડોના વ્યવહારો કરીને રૂ. 98 કરોડની આઇટીસી લીધી હોવાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. જીએસટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન અધિકારીઓને બોગસ પેઢીઓએ કરેલા વ્યવહારોની તપાસ કરતા જે લોકોએ બોગસ બિલ લીધા હતા તેની યાદી તૈયાર કરવામાં આવી હતી. અત્યાર સુધી બોગસ બિલિંગના છેડા રાજ્યમાં જ મળી આવતા હતા પરંતુ પહેલી વખત એવું બન્યું છે કે, બોગસ બિલિંગની તપાસ રાજ્ય બહાર સુધી લંબાઇ છે. ડિપાર્ટમેન્ટે બોગસ બિલથી આઇટીસી લીધી હોય તેવા રાજ્ય બહારના લોકોની યાદી તૈયાર કરી છે.

ઇનપુટ ટેક્સ ક્રેડિટ અંગે અનેક વિસંગતતાઓ ખૂબ જ વધુ જોવા મળી રહી છે ત્યારે સરકારે આ વાતને ગંભીરતાથી ધ્યાને લઇ વ્યાપારીઓને અવગત કર્યા છે કે તેઓ હવે ખોટી રીતે કરચોરી નહીં કરી શકે. ઇનપુટ ટેક્સ ક્રેડિટએ ટેક્સ છે જે વ્યવસાય ખરીદી માટે ચુકવવામાં આવે છે. આનો ઉપયોગ કર ઘટાડવા માટે કરી શકાય છે. કર જવાબદારી જ્યારે વેચાણ હોય. દા.ત. માટે. જ્યારે વેપારી ગ્રાહકોને વેચાણ કરે છે, ત્યારે માલના એચએસએન કોડ અને સ્થાનના આધારે જીએસટી એકત્રિત કરવામાં આવે છે.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં તપાસ

ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, પોન્ડુચેરી, તેલંગણા, ઝારખંડ, દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટકથી પણ બોગસ બિલિંગ ઓપરેટ થતું હોવાનું તપાસમાં આવ્યું છે. જેને લઇને જેતે રાજ્યના જીએસટી ડિપાર્ટમેન્ટને આ નંબરોની તપાસ કરવા જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ રાજ્યોમાં કરેલા વ્યવહારોની તપાસ કરવામાં આવે તો કરચોરીનો આંક કરોડો રૂપિયા પહોંચે તેવી શકયતા છે. તાજેતરમાં ભાવનગરમાંથી પણ બોગસ બિલિંગનું મોટું કૌભાંડ પકડાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.