Abtak Media Google News

વાહનનાં  જનરેટરના  બોકસમાં દારૂની બોટલ છુપાવેલી મળી આવી: 7 આરોપીઓની શોધખોળ

સ્ટેટ મોનીટરીંગ સેલ એ બાંટવા નજીકના દડવા ગામ પાસેના બાંટવા ખારા ડેમના પાળા પાસે દરોડો પાડી, રૂ. 22,94,765 ની ભારતીય બનાવટના વિદેશી દારુ, બિયરની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલ – ટીન નંગ 10045 પકડી પાડી, દારૂ અને બિયર તથા આઈશર ટ્રક, અશોક લેલેન્ડ દોસ્ત ગાડી મળી કૂલ કિ. રૂા. 34,94,765 મુદામાલ કબજે કરી હાજર નહિ મળી આવનાર 7 શખ્સો સામે ગુન્હો નોંધાવતા જુનાગઢ એલ.સી.બી. દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે, અને આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરાઇ છે.

પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર બાંટવા નજીકના દડવા ગામ પાસેના બાંટવા ખારા ડેમના પાળા પાસે જૂનાગઢના ધીરેન કારીયા તથા લાખાભાઇ એ પુર્વઆયોજીત કાવતરૂ કરી, હરિયાણાના સોનું રણબીરસીંધ જાટ પાસેથી ગે.કા. રીતે બહારના રાજયમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ તથા બીયરનો જથ્થો આઈશર વાહન નં. જીજે 19 એક્ષ 6834 માં મંગાવી, લાલ કલરની બ્રેઝા કારના ચાલક, સફેદ કલરની સ્વિફટ કાર જેવી ગાડીના ચાલક તથા અશોક લેલેન્ડ દોસ્ત ગાડી રજી.નં. જીજે 11 વિવી 1292 ના ચાલક મારફતે દારૂ, બિયરનું કટીંગ કરી અને કરાવડાવી, ઉપરોકત પકડાયેલ જથ્થો તમામ આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા સારૂ તેમનો ગેરકાયદે ધંધો ખુલ્લો પડે નહીં અને સહેલાયથી પકડાય શકે નહીં તેવા ઈરાદાથી ગુનાહિત કાવતરૂ રચી એકબીજાના મેલાપીપણામાં તથા એકબીજાની મદદગારી કરી, આઈશર વાહનના લગત ખોટા બનાવટી દસ્તાવેજો બનાવી તેમજ ખોટી, બનાવટી બિલ્ટી બનાવી ઠગાઈ કરવાના ઈરાદે બનાવટી દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી, રેઈડ દરમ્યાન કિ.રૂા. 22,94,765 ની ભારતીય બનાવટના વિદેશી દારુ, બિયરની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલ – ટીન નંગ 10045 તથા આઈશર ટ્રક, અશોક લેલેન્ડ દોસ્ત ગાડી મળી કૂલ કિ. રૂા. 34,94,765 મુદામાલ રાખી રેઈડ દરમ્યાન કોઈ હાજર નહીં મળી આવી ગુન્હો કર્યા અંગેનીસ્ટેટ મોનીટરીંગ સેલના ધર્મેન્દ્રસિંહ વિજયસિઁહએ બાંટવા પોલીસમાં કુલ 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવતા, એલ.સી.બી. પી.આઇ. એચ.આઇ.ભાટી એ વિશેષ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.