- નડિયાદમાં માનવ યોગીરાજ રામકથામા ભાવિકો રામયુગથી રસતબોળ
- નડિયાદની તપસ્વી ભૂમિ પરની મોરારીબાપુની માનસ યોગીરાજ રામકથામાં બાપુએ જણાવેલ કે રાજય સત્તાનું સંચાલન ચતુર્થ મતથી જ થવું જોઇએ.
અહીં પુ. મોરારિબાપુનો રાજીપો કથાના સ્વરૂપે તારીખ 1 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન સતત અમીછાંટણા કરતો રહ્યો. આ ભૂમિ ઉપર સંતરામજી મહારાજે ચેતન સમાધિ લઈને એક નવી ઊંચાઈ સુધી તપસ્થલીને લઈ જવાનો પ્રયત્ન તો કર્યો પણ સાથોસાથ અનેક પ્રકલ્પોના માધ્યમથી માનવમાં પ્રભુના દર્શન કરી શકાય તેવા સેવા કાર્યો આજે પણ સતત ધબકી રહ્યા છે. લગભગ 12 દિવસ સુધી ચાલનારો 194 મો સમાધિ મહોત્સવ નડિયાદમાં પુ. મોરારિબાપુની પવિત્ર પાવન અને પ્રવાહી રામગાથા થકી આરંભાયો હતો અને નવમા દિવસના અંતે સમાધિ મહોત્સવનો પહેલો મણકો પૂર્ણ થયો.
કથામાં અમરકંટકથી ઉપસ્થિત એવા સંત કલ્યાણ બાબાએ કહ્યું કે છેલ્લા 20 વર્ષથી હું આ તીર્થ ભૂમિમાં આવું છું અને મને કહેતા ગૌરવ થાય છે કે આ ભૂમિ હવે સેવાતીર્થ બની ગઈ છે.પુ. મોરારિબાપુએ પોતાની નવમ દિવસના પડાવની વાણીને મુખર કરતા કહ્યું કે સેવાના આ તીર્થમાં જે કોઈ સજ્જનો શ્રેષ્ઠીઓ અને તપસ્વીઓએ યતકિંચિત એવી સેવાનું ફળ પદાર્પણ કર્યું છે તે બધાને સાધુઆત.મનોરથીશ્રી દેવાંગભાઈ પટેલ અને તેમના પરિવારે આ તીર્થભૂમિને તેમના પાયાના આદર્શોને સિંચિત કરવા માટે જે કામ કર્યું છે તે સરાહનીય છે.
ભગવદ કાર્યના આ અનુષ્ઠાન દરમ્યાન અનેક સેવાના પ્રકલ્પો જેમાં રક્તદાન કેમ્પ,દર્દી નારાયણની સેવા અ્ન્નો બ્રહ્મની સેવા વગેરે સતત નવ દિવસ સુધી ચાલતા રહ્યાં હતાં. હવે આગામી 12મી તારીખ પૂનમનો દિવસે સમાધિ મહોત્સવનો દિવસ હોય સાંજના અહીં સાકર વર્ષાનો ઉત્સવ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર કથા દરમિયાન આયોજનમાં નિર્ગુણદાસજી મહારાજ, મોરારિદાસજી, ચેતનદાસજી પુ મહંત રામદાસજી મહારાજના આશીર્વાદથી જોડાયા હતા.ઉત્તમ સંચાલન સાક્ષર એવા હસિતભાઈ મહેતાએ સંભાળ્યું હતું.આજની કથામાં દલપતભાઈ પઢીયાર અને માધવ રામાનુજ, ભદ્રાયુ વચ્છરાજાની સહિતના સારસ્વતો પણ ઉપસ્થિત હતા.
થરાદ અને સુત્રાપાડાના આલીદરમાં અકસ્માતે મૃત્યુ પામેલાઓને પૂ. મોરારિબાપુની શ્રઘ્ધાંજલી સાથે સહાય
વિશ્ર્વ પ્રસિઘ્ધ રામાયણી સંત મોરારીબાપુએ થરાદ અને સુત્રાપાડાના અકસ્માતે મૃત્યુ પામનારઓને શ્રઘ્ધાંજલી આપી પરિવારજનોને રોકડ સહાય સાથે સંવેદના વ્યકત કરી હતી. થરાદ તાલુકાના ખેંગારપુરા ગામમાં રેતી નીચે દબાઈ જતાં ચાર વ્યક્તિઓ નાં કરુણ મોત નિપજયા છે. ખેંગારપુરા ગામ પાસે એક નાળાના રિટેનશન વોલનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક રેતી ભરેલો ટ્રક ધસી પડતાં એક બાળક અને ત્રણ મહીલા મજુરોનાં ઘટનાસ્થળે દબાઈ જતાં મોત નિપજયા હતા. તમામ મૃતકો દાહોદના ઝાલોદ તાલુકાના રહેવાસી છે તેવી માહિતી પ્રાપ્ત થતા પૂ. મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 60,000 ની સહાયતા રાશિ અર્પણ કરી હતી. નવસારી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. અકસ્માતની અન્ય ઘટનામાં સૂત્રાપાડા નજીકના આલિદરા ગામે કુવામાંથી પાણી ભરતા અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. પૂ. મોરારીબાપુએ આ હંસાબેન ચાવડા ના પરીજનોને દિલસોજી પાઠવી છે અને રુપિયા પંદર હજાર ની સહાય મોકલી છે.