Abtak Media Google News

‘અબતક’ની મુલાકાતમાં સમસ્ત ખવાસ રજપુત સમાજના આગેવાનોએ આપી માહીતી

રાજકોટની દેશવદેવ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ખવાસ રજપુત સમાજ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ અને રાહતદરે ચિકી વિતરણના કાર્યક્રમનું આયોજન કરાયું છે.‘અબતક’ ની મુલાકાતમાં કાનાભાઇ ચૌહાણ, પ્રતિકભાઇ બારડ, સુનિલભાઇ પરમાર, જયંતભાઇ પરમાર, મિત્રજસિંહ પરમાર અને હિતેષભાઇએ વિગતો આપતા જણાવેલ કે દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલીત ખવાસ રજપુત સમાજ દ્વારા સમાજના જરુરીયાત મંદ પરિવાર માટે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ તથા દાંતાઓના સહયોગથી પ0 રૂપિયાના રાહદરે 1 કિલો ચીકી સાથે 300 ગ્રામ લાડુના પેકેટ વિતરણનું આયોજન કરેલ છે.

દેશળભગત હોલ, શ્યામનગર 1/3 રાજનગર ચોક પાસે નાના મૌવા મેઇન રોડ નજીક તા. 8-1-23 ને રવિવારે સવારે 10 થી 1 વાગ્યા સુધીના બેવડા સેવા યજ્ઞમાં કાનાભાઇ ચૌહાણ, મોનાલીબેન ચૌહાણ, અરવિંદભાઇ વાઘેલા, સાવનભાઇ રાઠોડ, રાજભાઇ સોઢા, ગૌરવભાઇ સોલંકી, અશ્વિન ચૌહાણ, રતનભાઇ રાઠોડ, ચેતનભાઇ સોલંકી, ઉર્ષાબેન વાઘેલા, કરણભાઇ વાઘેલા, સંજયભાઇ વાઘેલા, નરેન્દ્રભાઇ ચૌહાણ, નીરવભાઇ ચૌહાણ, બલવીરભાઇ પરમાર, પિન્ટુભાઇ પરમાર, ગૌરવભાઇ ગોહિલ, મહેન્દ્રભાઇ ચૌહાણ, પંકજભાઇ પઠીયાર, અલ્પેશભાઇ ગોહિલ, ખિલનભાઇ ભટ્ટી, સન્નીભાઇ વાઘેલા, કમલેશભાઇ પરમાર, ચન્દ્રેશભાઇ જાદવ,  જયભાઇ હાપા, ભાવેશભાઇ હાડા, પાર્થભાઇ ભટ્ટી, પ્રિયાંકભાઇ ચૌહાણ, હિતેશભાઇ ચાવડા, દેવાંગભાઇ મકવાણા, શૈલેશભાઇ ચૌહાણ, આનંદભાઇ મકવાણા, મિત્રજસિંહ પરમાર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.