Abtak Media Google News

જામફળમાં 80 ટકા સુધી પાણી હોય છે જે ત્વચાને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. આમ એકમાત્ર જામફળને પકડી રાખવામાં આવે તો પણ શિયાળામાં આરોગ્ય ટનાટન રહે

 

શિયાળો એટલે કરતી હાડ થીજવતી ઠંડીમાંઠુંઠવવાની મોસમ. ટાઢા શિયાળાને આપણે સૌ ઓળખીએ છીએ પરંતુ શિયાળાની ગરમી પણ જાણવા જેવી છે શિયાળો માત્ર ટાઢનો જ નહીં પણ શરીરને આરોગ્યની જાળવણી માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે, શિયાળો ભલે ટાઢો હોય પણ તેની તાશીર ગરમ મનાય છે શિયાળામાં જઠરાગ્નિની વધુ પ્રદીપ્ત થાય છે, શીયાળામાં માત્ર દિવસ જ નાનો નથી થતો.. આખું શરીર સંકોચાઈ જાય છે તેમ છતાં કામ કર્યા વગર વધારે ભૂખ લાગે છે અને ગમે તેવો ભારે ખોરાક ખાવ તોયે તરત પચી જાય છે, શરીરની તમામ ક્રિયાઓ ઝડપી બની જાય છે અને રુધિરાભિસરણ તંત્ર પણ વેગમાન રહે છે, ખોરાક પચવા માં શિયાળાની ગરમ તાસીર ખૂબ કામ આવે છે, આથી જ શિયાળામાં લેવાતો આહાર નું વધુ મહત્વ છે કારણકે ખોરાકનું વધુમાં વધુ લોહી બની જાય છે એટલે તો શિયાળામાં વિવિધ ભારે ખોરાક અડદિયા ગુંદરપાક, તલસાંકળી, સુખડી ,ખજૂર જેવા ભારે ખોરાક આહારમાં લેવાની પ્રથા પાછળ શિયાળાની ગરમ તસવીર કારણભૂત ગણવામાં આવે છે શાળામાં ખોરાક માટે વ્યાયામ દ્વારા દેહને ટનાટન રાખી શકાય છે,

કુદરત અને પર્યાવરણમાં પણ શિયાળાની સિઝનમાં વિવિધ પ્રકારના શાકભાજી અને ફળો કુદરતી રીતે વધુ પ્રમાણમાં આવે છે, પણ શિયાળામાં તો વિવિધ પ્રકારના શાકભાજી અને ફળો ના અંબાર ખડકાઈ જાય છે,ઋતુ પ્રમાણે ફળ અને શાકભાજી આવે છેદરેક ઋતુ ના અલગ-અલગ ફળ અને શાકભાજી હોય છે.દરેક ફળ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે.દરેક ફળને પોતાનો આગવો ગુણ હોય છે. પરંતુ વિશેષ રીતેશિયાળામાં જામફળનું સેવન અતિ લાભકારી છે.
જામફળના ઢગલાબંધ ફાયદા છે.

Jamfal
શિયાળાની ઋતુમાં જામફળ લગભગ સૌ કોઈને પસંદ આવે તેવું ફળ ગણાય છે. હોળી તે લગભગ તમામ વિસ્તારોમાં થતું હોવાથી પોસાય તેવા ભાવથી મબલખપ્રમાણમાં મળી રહે છે,જામફળની સાથે સાથે તેનાં પાંદડાં પણ ઘણાં ઉપયોગી હોય છે.જામફળ કેટલાય એંટીઓક્સીડેંટ અને વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબરથી ભરપૂર હોય છે.
તેના સિવાય આમાં ફોલેટ અને લાઈકોપીન જેવા જરૂરી પોષક તત્વો પણ હાજર હોય છે.

જામફળમાં 80 ટકા સુધી પાણી હોય છે જે ત્વચાને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. આમ એકમાત્ર જામફળને પકડી રાખવામાં આવે તો પણ શાળામાં આરોગ્ય ટનાટન રહે જામફળ એક એવી વસ્તુ છે કે જે અનેક રીતે આહારમાં લઈ શકાય બાળકો આખે આખા જામફળ મીઠા સાથે ખાઈ શકે, હવે તો જામફળના શેલની પણ પ્રથા ચાલી છે, ઘણા પરિવારો જામફળ મીઠું ખાંડ મરચું અને આદુ સાથે જામફળ ની ચટણી બનાવે છે, શિયાળામાં તંદુરસ્ત રહેવું હોય તો જામફળ ખાવા આદત પાડી લો, હા શરદી ની સમસ્યાને કફ ની પરિસ્થિતિમાં જામફળ થી દૂર રહેવું પણ હિતાવહ માનવામાં આવે છે પણ જો તાસીરને માફક આવી જતું હોય તો શિયાળાના ચારેય મહિના જ્યાં સુધી જામફળ આવે ત્યાં સુધી જામફળ ખાતા રહો અને તરો તાજા અને ટનાટન રહો. સૌરાષ્ટ્રમાં લગભગ તમામ વિસ્તારમાં જામફળ થાય છે પરંતુ ભાવનગર જિલ્લાના લાલ જામફળ સ્વાદમાં અને રૂપમાં અને તાસીરમાં ખૂબ જ ફાયદા કારક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.