Abtak Media Google News

અબતક સોશિયલ મીડિયા ઉપર

આવતા માસે બોર્ડની પરીક્ષા સમયે કોરોનાને કારણે અમારી માનસિક સ્થિતિ ઉપર ગંભીર અસર પડી છે વિદ્યાર્થીઓનો સૂર

અબતક, રાજકોટ

‘અબતક’ મીડિયાના સોશિયલ પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુ ટયુબ જેવા માઘ્યમ ઉપર શહેરની વિરાણી હાઇસ્કુલના ધો. 10-1રના વિદ્યાર્થી વચ્ચે બોર્ડની પરીક્ષા સંદર્ભે મનોવ્યથા રજુ કરતો લાઇવ કાર્યક્રમ રજુકરવામાં આવ્યો હતો.આ લાઇવ ડિબેટમાં શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા, ધો. 10-1ર ના શિક્ષકો હાર્દિક પંડયા અને નિરૂબુેન જેઠવા પણ ચર્ચામાં જોડાયા હતા.આજે જયારે બોર્ડમાં પરીક્ષા સંદર્ભે દરેક મા-બાપો ચિંતા કરી રહ્યા છે ત્યારે કોરોનાની ત્રીજી લ્હેર વચ્ચે છાત્રોને ડર પણ છે. ઓનલાઇન બાદ ઓફ લાઇન શિક્ષણ દ્વારા મહત્વની પરીક્ષા માટે જેટલું પણ શિખ્યા તે ઉપરાંત લનીંગ લોસ ને સરભર કરવા શાળા  સમય બાદ પણ છાત્રો ભણી રહ્યા છે.

સૌ છાત્રોનો લાઇવ ડિબેટમાં સૂર હતો કે અમારી માનસિક સ્થિતિ ઉપર ગંભીર અસર પડી છે.અમુક વિદ્યાર્થીઓ મા-બાપના પ્રેસર અને વધુ સફળતા કે અપેક્ષાની વાત કરી હતી તો કેટલાક વિદ્યાર્થીઓ મુકત મને આનંદમય વાતાવરણ સાથે પરીક્ષા આપવી જોઇએ તેવી વાત કરી હતી.શિક્ષકે પોતાના અભિપ્રયમાં જણાવેલ કે ઓનલાઇન ઓફલાઇન કેઇન્ટરનેટની અસુવિધા વચ્ચે મોબાઇલની ફેસીલીટી ન હોવાથી આ મહત્વની પરીક્ષા આપતાં બોર્ડના વિદ્યાર્થીને કોરોનાને કારણે ઉભી થયેલી સ્થિતિમાં પ્રોપર એજયુકેશન આપી શકાયું નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.