Abtak Media Google News

ગત માર્ચમાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ત્રાટકતા રાજ્ય સરકારે શરૂઆતમાં 8 મનપા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર,જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં 19 માર્ચ-2021થી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવાનો નિર્ણય કર્યો હતો હવે રાજ્યમાં કોરોના મહામારીને કારણે સવા વર્ષ કરતા વધુ સમયથી ઓફલાઈન શિક્ષણ બંધ હતું પરંતુ હવે કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે ત્યારે રાજ્યમાં 15મી જુલાઈથી ધો.12ના વર્ગો તથા કોલેજોને શરૂ કરવાની અનુમતિ આપી દેવામાં આવી હતી.50%ની કેપેસિટી સાથે વાલીઓન સંમતિ મેળવીને સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવી વગેરે નિયમો સાથે મંજૂરી આપાઈ હતી.

હવે, રાજકોટમાં ધો.12 અને કોલેજોના વર્ગો શરૂ થયા બાદ શાળાના સંચાલકોએ ધો. 9થી11ના વર્ગો શરૂ કરવા માંગ કરાઈ છે. કોરોનાની ગતિ મંદ પડતા હવે શાળાઓ ફિઝીકલી શરૂ કરવા શાળા સંચાલકોએ ધો. 9થી 11ના વર્ગો શરૂ થાય તેવું ઈચ્છી રહ્યા છે. 9થી11ના વર્ગો ખોલવા માટે શાળાના સંચાલકોએ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પાઠવ્યું છે. 70 ટકા વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ ધો. 9થી 11 ના વિધાર્થીઓની શાળાઓ ખોલવા જણાવી રહ્યાં છે. ત્યારે ધીમે ધીમે હવે તબકકવાર તમામ ધોરણની સ્કૂલો ખુલે તેવી માંગ છે.

ટ્યુશન ક્લાસને પણ મંજૂરી આપી દેવામાં આવી છે તેથી હવે ધો. 9થી 11ના વિધાર્થીઓની સ્કૂલો પણ ખોલી દેવામાં આવે તેવું તમામ શાળાના સંચાલકો ઈચ્છે છે. ગુજરાતના અમુક અંતરીયાળ વિસ્તરીમાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી સમસ્યા ખૂબ જ મોટી છે તેથી તેઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકતા નથી તેથી તેવા વિધાર્થીઑ માટે 9થી11ના વર્ગો ખોલવા માંગ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.