Abtak Media Google News

25મી નવેમ્બરે 1960માં કાનપુર-લખનૌ વચ્ચે એસ.ટી.ડી. સેવાનો ઉપયોગ થયો’તો

આજે જયારે મોબાઇલ – ઇન્ટરનેટનો યુગમાં પ્રવેશ કરી દીધો છે. ત્યારે એસ.ટી.ડી. સેવાને પણ આજે એટલા માટે અહીં યાદ કરીએ છીએ કે ભારતમાં પહેલી જ વાર આજના દિવસે એટલે કે રપમી નવેમ્બરે 1960 માં કાનપુર – લખનૈા વચ્ચે એસ.ટી.ડી. સેવાનો ઉપયોગ કરાયો હતો.

આજે ટચસ્ક્રીનથી દુનિયાના કોઇપણ ખુણે વિડીયો કોલ કે કોલ કરી શકાય છે ત્યારે યાદ કરો એ દિવસો જયારે એસ.ટી.ડી. સેવાથી વાત કરવા પહેલા તો ઓપરેટરને નંબર આપવો પડતો અને એ પણ ઇમરજન્સી કોલ હોય તો અલગ ચાર્જ થતો હતો. ભારતમાં 1960માં એસ.ટી.ડી. (સબ સ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ) સેવા શરુ થઇ હતી, કાનપુર – લખનૌ વચ્ચે શરુ થયેલી આ સેવા દેશના મુખ્ય શહેરો સાથે જોડાઇ ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.