Abtak Media Google News
  • જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરે આપ્યું માર્ગદર્શન
  • જીપીએસસી તથા વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થીઓને મદદ થવાના ભાગરૂપે ઓનલાઈન વીડિયો કોર્ષ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા   તથા રાજ્ય સરકારની વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મદદ થવાના ભાગરૂપે ઓનલાઈન વિડીયો કોર્ષ શરૂ કરવાના અનુસંધાને વેબ સંકુલ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ફ્રી મેગા સેમીનાર યોજાયો હતો.

Untitled 1 Recovered 57

આ અવસરે  મંત્રી  અરવિંદભાઈ રૈયાણીએ  જણાવ્યું હતુ કે દરેક વિદ્યાર્થીનાં મનમાં પોતાના પરિવાર, શહેર તેમજ પોતાના રાજ્ય માટે કંઇક કરી છૂટવાની ભાવના હોય છે, અને એવી જ રીતે આપણા દેશની પ્રગતિમાં પણ યથોચિત યોગદાન આપવાની ઈચ્છા હોય છે. દરેક વ્યક્તિમાં શક્તિ ધરબાયેલી હોય જ છે પરંતુ તેને બહાર લાવવા માટે વ્યક્તિએ પોતે જ મહેનત કરવી જોઈએ. જોકે આ માટે યોગ્ય માર્ગદર્શન અને દિશાદર્શન જરૂરી બને છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌ સ્પર્ધકોના લાભાર્થે ફ્રી ઓનલાઈન વિડીયો કોર્ષ શરૂ કરવામાં આવશે.

Screenshot 5 1

આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવએ શહેરના છાત્રો જીપીએસસી અને વર્ગ-3ની અન્ય જગ્યાઓની ભરતી માટે યોગ્ય માર્ગદર્શન મેળવે અને સારી નોકરી મેળવી શકે તેવા ઉમદા આશય સાથે આ સેમિનાર અને વિડીયો કોર્ષનું આયોજન કરેલ છે. વિશેષમાં કહ્યું કે, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પોતાના પરિવારની પ્રગતિની અપેક્ષા અને ઈચ્છા રાખતા હોય છે ત્યારે તેઓને આ ધ્યેયની પ્રાપ્તિમાં મદદરૂપ થવા માટે વેબ સંકુલ સંસ્થા સાથે મળીને રાજકોટ મહાનગરપાલિકાએ આ સેમિનાર અને વિડીયો કોર્ષ આયોજન કર્યું છે. યુપીએસસીની પરીક્ષામાં હવે ગુજરાતના યુવાનો સફળતા મેળવતા થયા છે. તાજેતરમાં રાજકોટના યુવાને પણ યુપીએસસીની પરીક્ષામાં સમગ્ર દેશમાં 8મો ક્રમ મેળવ્યો છે.  આપણા મ્યુનિ. કમિશનર  અમિત અરોરા અને નાયબ મ્યુનિ. કમિશનર  આશિષ કુમાર પણ નાની ઉંમરે આઈ.એ.એસ. બની ચુક્યા છે.

કમિશનર અમિત અરોરાએ  એમ કહ્યું હતું કે, અત્યારે યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા હોય છે. આ માટે સ્ટડી મટીરીયલ્સ પણ ખુબ મોટી માત્રામાં ઉપલબ્ધ હોય છે પરંતુ તેમાંથી કયા મટીરીયલ્સનો ઉપયોગ કરવો અને કયુ મટીરીયલ્સ ઉપયોગી અને યોગ્ય બનશે તે નક્કી કરવું તે તેમના માટે મુશ્કેલ બને છે. છાત્રોને આ માટે યોગ્ય દિશાસૂચન અને માર્ગદર્શન આપવામાં આ સેમિનાર અને વિડીયો કોર્ષ અચૂકપણે આશીર્વાદરૂપ પૂરવાર થશે. ડાયસ ફંક્શન બાદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે છાત્રોને માર્ગદર્શન આપ્યું હતું અને તેઓના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. જયારે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.